દૂધમાંથી વધારે અને જાડી મલાઈ કાઢવાનો બેસ્ટ ઉપાય, જાણો દૂધ સાથે જોડાયેલી આ ખૂબ ઉપયોગી ટિપ્સ

જ્યારે આપણે ઘરે દૂધ ગરમ કરતા હોય અથવા તો આ દુધને ફ્રીજમાં મુકીને તેમાં મલાઈ પણ જામવા દેતા હશો, પણ ઘણી વખત આ દુધ ઉપર પાતળી મલાઈ જામે છે, તો ઘણી વખત એકદમ જાડી મલાઈ જામે છે, આવું કેમ થાય છે. જો આવું કેમ થાય છે એ તમે નથી જાણતા તો આમી તમે જણાવીશું કે દૂધ માં જાડી અને વધારે મલાઈ કેવી રીતે કાઢવી.જો તમે દુધમાંથી જાડી મલાઈ કાઢવા માંગતા હો, તો તેના માટે સૌથી પેહલા તમે દુધને ધીમા તાપે વધુ સમય માટે ઉકાળો,જેમ તમે દૂધ વધુ ઉકાળ છો તો દૂધ થોડું જાડું થાય છે. દૂધ જાડું થશે તેમ તેમાંથી મલાઈ પણ જાડી નીકળે છે.

જયારે કેટલીક મહિલાઓ ઝડપી કામ કરવાના ચક્કરમાં ફાસ્ટ ગેસે દૂધ ગરમ કરી લે છે, તેના કારણે તે દૂધમાંથી મલાઈ આછી અને પાતળી નીકળે છે. આથી જો તમે ઈચ્છો છો કે દૂધમાંથી મલાઈ જાડી નીકળે તો તેને વધુ સમય ઉકાળો, અને પછી જુઓ કે દૂધમાંથી કેવી મલાઈ નીકળે છે.

તમારે એક ખાસ વાત નું ધ્યાન રાખવું કે દૂધ ઉકાળ્યા પછી તેના પર કાણા વાળી ડીશ ઢાંકી દો, અથવા તો જો તમે કોઈ ડીશ ઢાંકી રહ્યા છો તો તેને થોડી ખુલ્લી રાખો જેથી હવાની અવરજવર થઈ શકે. જયારે દૂધ રૂમના ટેમ્પરેચરમાં સેટ થઈ જાય એટલે તેને ફ્રીજમાં મૂકી દો.આમ કરવાથી તમારા દૂધ માંથી મલાઈ જાડી અને વધારે નીકળશે.

આ ઉપરાંત ઘણી મહિલાઓનો પ્રશ્ન હોય છે કે દૂધ કે ચ બનાવટી વખતે તપેલીના તળિયે દૂધ ચોંટી જાય છે અને તળિયે જાડું સ્તર બની જાય છે તેના માટે દૂધ કે ચા મુક્તા પહેલા તપેલી માં થોડું પાણી નાખી અથવા તપેલી પાણી વળી કરી પછી દૂધ ગરમ કરવામાં આવે તો તપેલીના તળિયે દૂધનું સ્તર જામતું નથી.ઘણી મહિલાઓ દૂધ ગરમ મૂકી ને કામ કરતી હોય ત્યારે ભૂલી જવાથી દૂધ ઉભરાઈને બહાર જતું રહે છે તેના માટે ગેસ થોડો ધીમો રાખી તપેલીની ઉપર લાકડાનો તવેથો કે કોઈ લાકડાની વસ્તુ મૂકવાથી દૂધ ઉભરાઈને બહાર જશે નહીં.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવ

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *