વીછી સાપ કે ગરોળી કરડે તો કરો તરત જ આ કામ ની અસર ઓછી થઈ જશે ગેરેન્ટી

ઘણા લોકોને ખેતરમાં કે પથ્થર વાળા વિસ્તારમાં કામ કરતા ઝેરી જીવજંતુ કરડવાની સમસ્યા રહે છે. ખાસ કરીને ખેતરમાં મજુરી કરતા લોકોને આવા ઝેરીલા જીવજંતુઓનો ભય વધારે રહે છે. ઝેરીલા જીવમાં વધારે ભય સાપ, વીંછી અને ઝેરી કરોળિયા કરડતા ખુબ જ પીડા થાય છે અને વધારે ઝેરી હોય તો મૃત્યુ થવાનો પણ ભય રહે છે. આવા સમયે તેની દવા અને સારવાર લેવી જરૂરી છે.જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છેવૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાયચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાયપરંતુ તાત્કાલિક ઉપાય તરીકે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં ખુબ રાહત રહે છે અને મૃત્યુનું જોખમ ઘટે છે. આવા સમયમાં જો વીંછી કરડે તો તે સમયે તેના આયુર્વેદિક ઉપચાર કરવાથી ઝેર ઉતરી જાય છે. જે માટે અમે બતાવેલા આ ઉપાયો કરવા જોઈએ જેનાથી વિન્ચી તરત જ ઉતરી જાય છે. ખાસ તરીને ચોમાસાની ઋતુમાં વીંછીનો ભય રહે છે. વીંછી કરડે ત્યારે દુખાવો, સોજો ચડે છે અને દર્દી બેભાન થઇ જાય છે.

તમારા ફોનમાં ઘરેલું ઉપચાર અને આરોગ્ય ટીપ્સ માટેદેશી ઓસડીયા વોટસએપ ગ્રુપમાં જોડાવઆયુર્વેદ અપનાવીએ, દેશ બચાવીએ વીંછીની પુછડીમાં ઝેર હોય છે, વીંછી પોતાની પૂંછ વડે તેના પર હુમલો થાય ત્યારે ડંખ મારે છે.  વીંછી જેર પણ ખતરનાક હોય છે. જેથી કરડયા બાદ તરત જ જેના ઉપચાર ચાલુ કરી દેવા જોઈએ. નહિતર જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. વીંછીના ઝેર ઉતારવાના અનેક ઉપાયો છે જેમાંથી બધાં ઉપાયો પુરતું પરિણામ આપતા નથી જયારે અમે અહીં બતાવેલા ઉપાયો કરવાથી વીંછીનું ઝેર અવશ્ય ઉતરે છે.પાટો બાંધવો:  જે જગ્યા પર વીંછી કરડે તે જગ્યા પર પાટા વડે બાંધી દો જેથી ઝેર શરીરના અન્ય ભાગમાં ના ફેલાય શકે. આ ભાગમાં યોગ્ય સારવાર આપ્યા બાદ જ તે પાટો ધીરે ધીરે હળવો કરતા કરતા ઉખાડો. જો યોગ્ય સારવાર બાદ પાટો ના ઉખેડવામાં આવે તો તે વિસ્તારમાં ઝેર ભરાય રહે છે અને ત્યાં રોગ થાય છે. મગજ સુધી અને હ્રદય સુધી ઝેર ના પહોંચે તે રીતે પાટો બાંધવો. વીંછી કરડે ત્યારે સોજો પણ આવી શકે છે અને સોજો ન દેખાય તો ખુબ જ બળતરા ઉત્પન્ન કરે છે. હાથ પર વીંછી કરડે ત્યારે તે ભાગમાં હાથ કડક બાંધી દેવો જેથી ઝેર શરીરમાં પ્રવેશ કરે નહિ

સ્પીરીટ: વીંછી કરડે અને તે વીંછી મળી આવે તો તેને પકડીને બોટલમાં પૂરી દો. આ બોટલમાં વીંછી ડૂબી જાય તેટલું સ્પીરીટ ભરો. થોડા સમય બાદ તે વીંછી મૃત્યુ પામે છે. આ સ્પીરીટમાંથી વીંછીને કાઢીને જે વ્યક્તિને વીંછી કરડે તે જગ્યા પર રૂ વડે આ સ્પીરીટ લગાવવાથી ઝેર ઉતરે છે. કોઇપણ વ્યક્તિને વીંછી કરડે ત્યારે આ સ્પીરીટ લગાવી શકાય છે.

ડુંગળી: વીંછીના ડંખ પર ડુંગળી કાપી બાંધવાથી વિછીનું ઝેર ઉતરે છે. ડુંગળીનો રસ કાઢીને તેમાં એમોનિયમ ક્લોરાઈડ નાખીને વિછીના ડંખ પર લગાવો. જેનાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઉતરવામાં રાહત મળે છે.

ફુદીનો: આ સિવાય વીંછી ડંખ મારે ત્યારે ફુદીનો ચાવવાથી અને તેનો રસ કાઢીને પીવાથી ઝેર ઉતરે છે.રતાળુ: વીંછી કરડે ત્યારે રતાળુના પાન તે જગ્યા પર લગાવવાથી ઝેર નાશ પામે છે. રતાળુમાં ઝેરનાશક તત્વો હોય છે.

હળદર: વીંછીના ડંખના આ વિસ્તારમાં કાચી હળદર પીસીને લગાવાથી પણ ઝેર ઉતરે છે. છી કરડયા બાદ ભોગગ્રસ્ત વ્યક્તિને પાણીમાં ઘસીને હળદર સુંઘવાથી ઝેર ઉતરે છે. હળદરમાં ઝેર નાશ કરતા વિષનાશક તત્વો હોય છે.તુલસી: તુલસીના પાનનો છૂંદો કરીને વીંછીના ડંખના ભાગ પર લગાવવાથી ઝેર દુર થાય છે.

ફટકડી: વીંછીના ડંખ પર કેરોસીનમાં ફટકડીનો ભુક્કો નાખી ચોપડવાથી પીડા મટે છે. જ્યારે ફટકડીનો લેપ ઈજાગ્રસ્ત ભાગમાં લગાડવાથી ઝેર દુર થાય છે. વીંછીના ડંખ મૂત્રની માલીશ કરવાથી લાભ થાય છે.મીઠું: વીંછીના ડંખ વાળા ભાગને વારંવાર મીઠાના પાણીથી ધોવાથી અને મીઠાવાળું પાણી આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઉતરે છે. જે વ્યક્તિ ખોરાકમાં વધારે પ્રમાણમાં મીઠું ખાય તેને વીંછીનું ઝેર ચડતું નથી.

મીઠો લીમડો: વીંછીએ મારેલા ડંખ પર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી પીડા દુર થાય છે અને ઝેર ઉતરે છે.મધ અને લસણ : વીંછી કરડે ત્યારે ડંખ ઉપર મધ ચોપડવાથી ઝેર ઉતરે છે અને બળતરા ઓછી થાય છે. ડંખ વાળા ભાગમાં લસણની કળી વાટીને ચોપડવાથી અને લસણનો રસ મધમાં ભેળવીને ખાવાથી ઝેર ઉતરે છે.તાંદળજો કે તાંજળીયો: તાંદળજાના રસમાં સાકર ભેળવીને પીવાથી વીંછીનું ઝેર ઓછું થાય છે. ખાટી આમલીનો આંબીલિયો ઘસીને વીંછીના ડંખ પર ચોપડવાથી રાહત થાય છે જે ઝેર શોષી લે છે અને દર્દીને રાહત મળે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

 

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *