આ 5 પાનનું નરણા કોઠે સેવન કરવાથી 15 પ્રકારના રોગો નું નિદાન થાય છે,જાણો વધુ માહિતી…

અમે આ આર્ટીકલમાં એવા ગુણકારી પાંચ પાન વિશે જણાવી રહ્યા છીએ કે એ એવા જાદુઈ અને પાવરફૂલ જડીબુટ્ટી છે. જે આ વનસ્પતિ છે તે બધાના ઘરના આંગણે જોવા મળે છે. આં વનસ્પતિના જે પાન છે તેની અંદર 15 પ્રકારના શરીરના રોગ મટાડવાની અદ્ભુત શક્તિ રહેલી છે. અમે જે પાન વિશે બતાવી રહ્યા છીએ તે આ પાંચ પાન છે કે તેનું નિયમિત સવારે ઉઠીને પાન પાનનું સેવન તમે કોઇપણ રીતે કરો કે ઉકાળો બનાવીને સેવન કરો કે આ પાનને ચાવી જશો તો આ પાન 15 પ્રકારના રોગોને શરીરમાંથી દૂર કરી નાખશે.

આ અદ્ભુત પાન વિશે અમે બતાવી રહ્યા છીએ તે પાન તુલસીના પાન છે. આ તુલસીના પણ ઘણા બધા શરીરના રોગોથી બચાવે છે. આ તુલસીના પાન શરીરના મુખ્ય 15 રોગો છે તેને મટાડે છે. આ 15 બીમારીમાં આ પાન રામબાણ છે. આ રોગોમાં જોવામાં આવે તો જે લોકોને શ્વાસ અને દમની બીમારી હોય, આવા લોકો માટે આ પાન રામબાણ છે. તમે આ તુલસીના પાન, આદુનો રસ અને મધનો રસ ત્રણેય ઔષધિઓ મિક્સ કરીને અને તેને સવારે તમે ચાટો એટલે શ્વાસની બીમારીં હોય, દમની બીમારી હોય તો મટી જાય છે.

તુલસી: જે લોકોને ત્વચા સંબંધી કોઈ બીમારી હોય, ખાસ કરીને મોઢામાં જે ખીલ થતા હોય, તો આ ખીલ ઉપર આ પાનની પેસ્ટ બનાવીને તમે ખીલ ઉપર લગાડી દો એટલે ખીલ મટી જાય છે. આ સિવાય તમારા મોઢાની અંદર કાળા ડાઘ પડી ગયા હોય, ચહેરા પર કાળા ડાઘ પડી ગયા હોય. તો તેની ઉપર તુલસીનો રસ અને મધ મિક્સ કરીને અથવા તુલસીના રસ સાથે લીંબુ મિક્સ કરીને લગાડવાથી કાળા ડાઘ જતા રહે છે અને ચહેરાનો રંગ ઉઘડે છે. ચહેરાનો રંગ નિખરે છે.

જે લોકોને અવારનવાર માથું દુખતું હોય તેમાં માથાની ટીકડીઓ અવારનવાર લેવી પડતી હોય છે. તેના માટે આ તુલસીના પાન દવા કરતા પણ પાવર ફૂલ છે. આ પાન છે તેની ચટણી બનાવીને આ ચટણી માત્ર સુંઘવાથી માથાનો દુખાવો મટી જાય છે. આ પાનની ચટણી બનાવીને જો સુંઘવાનું ન ફાવે તો ઉકાળો બનાવીને પી લો એટલે એટલે માથું દુખવાનું તરત બંધ થઇ જાય છે. આ સિવાય જે લોકોને શરદી, ખાંસીની તકલીફ હોય તો શરદી અને ખાંસી માટે પણ તુલસીના પાન દવા કરતા વધારે કામ કરે છે.

જે લોકોને ઉધરસ કે શરદી હોય, અથવા સુકી ખાંસી હોય કે કફ વાળી ખાંસી હોય તેની અંદર બે કે ત્રણ દાણા મરીના નાખીને અને આ ઉકાળો બનાવીને આ ઉકાળો તમે પી જાઓ તો ખુબ જ રાહત થાય છે. આ ઉકાળો માત્ર ત્રણ દિવસ પીવાથી ગમે તેવી ખાંસી હોય તે મટી જાય છે. આ ખાંસીમાં અદભુત પરિણામ મળે છે.

આ પછી જે લોકોને પેશાબની બળતરા હોય, પેશાબમાં બળતરા થતી હોય તો એ લોકો માટે પણ આ પાન છે તે વરદાન સ્વરૂપ છે. સવારે ઉઠીને ત્રણથી ચાર પાન ચાવી જાઓ એટલે પેશાબમાં જે બળતરા થતી હોય તે મટી જાય છે.

વજન નિયંત્રણમાં પણ આ પાન ઉપયોગી છે. જે લોકોને વજન વધી ગયું હોય, ચરબી વધી તેના માટે પણ આ પાન ખુબ જ ઉપયોગી છે. જે લોકોને આ વજનની તકલીફ હોય તેવા લોકો આ પાનની ચટણી બનાવીને દહીં સાથે સેવન કરો તો અથવા આ પાનનો રસ કાઢીને દહીં સાથે તમે સેવન સવારે કરો તો શરીરનું વજન નિયંત્રણમાં રહે છે. જેનાથી વધારાની ચરબી હોય તે દૂર થઇ જાય છે.

જે લોકોને કાનની તકલીફ હોય, કાનની કોઇપણ બીમારી હોય, કાનમાં દુખાવો હોય કે બીજી કઈપણ તકલીફ હોય તો આ તુલસીના પાનનો રસ કાઢીને તેમાં સહેજ કપૂરનો ભૂકો નાખી અને બરાબર હલાવીને આ તુલસીના બે ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો બંધ થઈ જાય છે અથવા કાનની કોઇપણ સમસ્યા હોય એ દૂર થઇ જાય છે.

જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય, જે લોકોને હ્રદય સંબંધી બીમારી હોય, તો એ લોકો માટે પણ આ પાન વરદાન રૂપ છે. સવારે ઉઠીને તમે ચારથી પાંચ પાન ચાવી જાઓ એટલે કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તે દૂર થાય છે અને હ્રદયની કાર્ય ક્ષમતામાં ઘણો બધો વધારો થાય છે. આ સિવાય ખાસ કે જે લોકોને શરીરમાં કમજોરી રહેતી હોય, અશક્તિ આવી જતી હોય તેમજ જે લોકોને પુરુષત્વ શક્તિ વધારવી હોય. જેના માટે આ તુલસીના છોડ હોય તેના બીજ હજારો રૂપિયાની દવા કરતા પણ વધારે ચમત્કારિક ફાયદો આપે છે.

તુલસીના બીજનો પાવડર અને એટલી જ માત્રામાં થોડી ખાંડ નાખીને આ બંને વસ્તુને માખણ સાથે મિક્સ કરીને દરરોજ સેવન કરવામાં આવે તો પુરુષ શક્તિ અને વીર્ય શક્તિમાં અદભૂત વધારો થાય છે. શરીરની કમજોરી દૂર થાય છે. આ પછી જે લોકોને પેટમાં જીવાત હોય કે પેટમાં કૃમિ હોય અને પેટની સમસ્યા રહેતી હોય તો સવારે ઉઠીને આ પાન ચાવી જવા. આ પાન ચાવી જવાથી પેટની અંદર ગમે તેવી જીવાત હોય તો આ જીવાત મરી જાય છે અને પેટની બધી સમસ્યા દૂર થઇ જાય છે.

આ સિવાય જે લોકોને ખાસ યાદશક્તિ ઓછી હોય, યાદ ઓછું રહેતું હોય, યાદ શક્તિ વધારવાની જરૂર હોય. જેમાં ખાસ કરીને નાના બાળકો માટે ભણતર અને બાળકોને વધારે યાદ ક્ષમતા કેળવવાની જરૂર હોય છે. જો આ આ તુલસીના પાનને માખણ સાથે દરરોજ સવારે તમે આપો કે માખણ સાથે સેવન બાળકને કરાવવામાં આવે તો બાળકની યાદ શક્તિમાં અદભૂત વધારો થાય છે. સાથે બુદ્ધિ શક્તિ અને તર્ક શક્તિનો પણ વિકાસ થાય છે.

જે લોકોને વાળની સમસ્યા હોય, વાળ ખરવાની સમસ્યા હોય કે વાળનો ગ્રોથ વધારવાની સમસ્યા હોય, વાળનો ગ્રોથ ન વધતો હોય. વાળ આછા હોય કે વાળ લાંબા ન હોય. જયારે જે લોકોને વાળ લાંબા કરવા છે કે ઘાટા કરવા છે અને વાળને ખરતા બંધ કરવા છે તેના માટે તુલસીના પાનનો પાવડર. નારિયેળના તેલમાં મિક્સ કરી અને આ તેલ માથામાં ઉપર માલીશ કરવાથી કે વાળના મૂળમાં માલીશ કરવાથી વાળને લગતી બધી સમસ્યા દૂર થઇ જાય છે.

કિડનીની સમસ્યામાં પણ તુલસીના પાન ઉપયોગી છે. કિડનીની કોઇપણ સમસ્યા રહેતી હોય, કિડનીની બીમારી હોય, કિડનીમાં કોઈ અસર થઇ હોય અથવા કીડનીમા પથરી હોય તો પાણીની અંદર તુલસીના પાનનો રસ ઉમેરી અને પીવાથી પથરી ટૂંકા ગાળામાં નીકળી જાય છે. પથરી થોડાક જ દિવસમાં પેશાબ વાટે નીકળી જાય છે અને કિડનીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કીડની મજબુત બને છે.

બાળક નાનું હોય અને ઝડપથી ચાલતા શીખતું ન હોય કે ઝડપથી ચાલતું ન હોય તો એના માટે દરરોજ એક કપ પાણીની અંદર પાંચ થી દશ ટીપા તુલસીના પાનના નાખી દેવા. ત્યારબાદ આ પાણીને દિવસ દરમિયાન થોડું થોડું પાણી બાળકને પીવરાવ્યા રાખવું. આમ કરવાથી નાનું બાળક હોય તે ખુબ જ ઝડપથી ચાલતા શીખી જાય છે.

આમ, આપણા માટે આ તુલસીનો પૂજનીય છોડ છે તે અનેક રીતે ઉપયોગી છે. આ છોડનો જો ઔષધીય રીતે ઉપયોગ કરવામાં આવે તો અદભૂત ફાયદો મળે છે અને અનેક રોગો દૂર થાય છે. અમે આશા રાખીએ કે આ તુલસી વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે આ બધા રોગોમાંથી મુક્ત બની શકો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *