મનોરંજન

આ વ્યકતી એ લગાવ્યો મોટો આરોપ સુશાંત સિંગ રાજપુત નુ ગળુ દબાવી હત્યા કરવામા આવી છે.

આપ શેર કરી શકો છો

સુશાંત સિંહ રાજપૂત નું મોત કયા કારણોસર થયું તેની તપાસ સીબીઆઈ કરી રહી છે.


જયારે એમ્સના ફોરેન્સિક ટીમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન સુશાંતસિંહ રાજપૂતના પિતા ના વકીલ વિકાસ સિંહે આરોપ લગાવ્યો છે કે સુશાંતે આત્મહત્યા કરી નથી પરંતુ તેનું ગળું દબાવી દેવાયું હતું.


વિકાસ સિંહે બનાવેલ ટ્વિટર એકાઉન્ટ પર પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે સીબીઆઈ આત્મહત્યા માટે ઉશ્કેરવા મર્ડરમાં બદલવામાં મોડું કી રહી છે. આ વાતથી ફ્રસ્ટ્રેશન વધી રહ્યું છે. આ એકાઉન્ટ વેરિફાઈડ નથી પરંતુ સુશાંતના પરિવારના લોકો તેને ફોલો , કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના પરિવારે અગાઉ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ તેણે તેની પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી છે, આ દરમિયાન વકીલ વિકાસ સિંહે કહ્યું કે તે આત્મહત્યા નહીં પણ હત્યા છે. ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ વિકાસ સિંહનું કહેવું છે કે એમ્સના ડોક્ટરોએ તેમને સુશાંતની તસવીર મોકલી હતી જેને જોઈને કહ્યું હતું કે આ મર્ડર લાગી રહ્યા છે. એમ્સના ડોક્ટરોએ વિકાસ સિંહ સાથે વાત કરી કે નહીં તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ રિપોર્ટ મુજબ, વિકાસ સિંહ દાવો કર્યો છે કે તેણે સુશાંતની તસવીરો ઘણા સમય પહેલા મોકલી હતી, એ જોઈને એઈમ્સના ડોક્ટરએ કહ્યું હતું કે ૨૦૦ ટકા ગળું દબાયું હતું. તે હત્યાનો કેસ છે આત્મહત્યા નહીં. સુશાંતના મૃત્યુ બાદ તેમના પરિવાર બિહારમાં કેસ દાખલ કર્યો હતો. શરૂઆતમાં તેની પર આત્મહત્યાની શંકા હતી, પરંતુ પરિવારની કેટલીક પરિસ્થિતિને જોયા બાદ તેની હત્યા ગણાવી. બીજી તરફ, સોશિયલ મીડિયા પર સુશાંતના ચાહકો તેને હત્યા માને છે. અનેક પ્રકારની કહાની પણ વાયરલ થાય છે. પરિવાર એઇમ્સનારિપોર્ટ
ની રાહ જોઈ રહ્યો છે. જ્યારે સીબીઆઇ તરફથી કોઇ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી.
ન્યુઝ સૌજન્ય :- સદાચાર સંદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *