રાષ્ટ્રીય

આ એસ્ટરોઇડ આવી રહ્યો છે ધરતી તરફ જેમ નજીક આવશે તેમ

આપ શેર કરી શકો છો

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું છે કે ૨૦૨ ૦ આરકેર નામનો એક એસ્ટરોઇડ ખુબ ઝડપથી ધરતી તરફ આવી રહ્યો છે.

તે આવતીકાલે ધરતીની કક્ષામાં પ્રવેશ કરશે જોકે તે ધરતીથી નજીકથી પસાર થઈ જવાની શક્યતા છે. નાસાએ કહ્યું છે કે આ એસ્ટરોઇડ થી ધરતી ને કોઈ નુકસાન નહીં થાય તેમ છતાં વૈજ્ઞાનિક તેની ચાલ પર સતત નજર રાખી રહ્યા છે. આ એસ્ટરોઇડ સપ્ટેમ્બર મહિનામાં જ પહેલીવાર વૈજ્ઞાનિકોએ જોયો હતો. નાસાના જણાવ્યા મુજબ, એસટરોઈડ ધરતીની તરફ ૨૪૦૪૬ કિલોમીટર પ્રતિ કલાક ની સ્પીડ થી આવી રહ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ એસ્ટરોઇડનો વ્યાસ ૩૬ થી ૮૧ મીટર જ્યારે પહોળાઈ ૧૧૮ થી ૨૬૫ ફુટ સુધી હોઈ શકે છે. આ એસ્ટરોઇડ બોઇંગ ૭૩૭ પેસેન્જર પ્લેન નો મોટો હોવાનું કહેવાય નાસાએ જણાવ્યું કે આ એસ્ટરોઇડ ધરતીથી જોવા નહીં મળે.

ન્યુઝ સૌજન્ય સદાચાર સંદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *