ગુજરાત

રાજકોટ હની ટ્રેપ તોડ કેસ મા એએસઆઈ તૃષા ને કરાયા સસ્પેન્ડ

આપ શેર કરી શકો છો

મોરબી વેપારીને હની ટ્રેપમાં ફસાવવાની કેસમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાલુકા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તૃષા બુસાન સસ્પેન્ડ કરી દીધા છે. એટલું જ નહીં આ કેસમાં ધરપકડ કરાયેલા બે જીઆરડી જવાન સહિત કુલ પાંચ જવાનોની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.

એએસઆઈએ એક સ્પા સંચાલક દંપતી સાથે મળીને મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યા હતા અને તેમની પાસેથી ‘તોડ’ કર્યો હતો. આ મામલે વેપારીએ રાજકોટ પોલીસમાં ફરિયાદ આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. તમામ લોકોએ વેપારીને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસે રહેલા રોકડા ૨૨,૫૦૦ રૂપિયા પડાવી લીધા હતા. બાકીના બે લાખની રકમ પછીથી આપવાનું નક્કી થયું હતું.

આ દરમિયાન વેપારી પોલીસ ફરિયાદ ન કરે તે માટે મહિલા એએસઆઈ તૃષા ભુસાએ વેપારીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. આ ઉપરાંત માસ્ક ન પહેરવા નો ગુનો પણ નોંધ્યો હતો અને તેમને પોલીસ લોકઅપમાં પૂરી દીધો હતો. આથી જો ભવિષ્યમાં ફરિયાદ થાય તો આરોપી સ્પા સંચાલક ની પત્ની ઘરે નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં હતા એવું કહેવા માટે ખોટી સ્ટોરી ઊભી કરી હતી. પોલીસનું કહેવું છે કે આરોપી સ્પા સંચાલક આશિષ મારડિયા પોતાના સ્મા ખાતે યુવકો ને બોલાવતો હતો. આ દરમિયાન યુવકોને શારીરિક સંબંધ બાંધવાની ઑફર પણ કરતી હતી. જે બાદમાં યુવકો શરીર સંબંધ બાંધીને બહાર નીકળે ત્યારે સ્પા સંચાલક ફોન કરીને કેટલાક જી આર ડી જવાનોને બોલાવી લેતા હતા.જે બાદમાં યુવકોને ખોટા કેસમાં ફીટ કરવાનું કહીને તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવતા હતા.

હની ટ્રેપ કેસ શું હતો? મોરબીના જમના ટાવરમાં રહેતા તેમજ ફરસાણ વેપાર કરતા સંજયભાઈ સોમૈયાએ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેના હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે રાજકોટના કે.કે.વી હોલ પાસે સ્યા ધરાવતા આશિષ મારડિયા અને તેની પત્ની અલ્પા મારડિયા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. ફરિયાદીના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા વર્ષોથી અહીના પરિચયમાં હતા. આ દરમિયાન બંને ફોનમાં વાતચીત કરતા હતા. જોકે, વેપારીઓએ ફરિયાદમાં એવું પણ લખ્યું છે કે તે અલ્પા સાથેની મિત્રતા તોડી નાખી હતી પરંતુ અલ્પા નો ફોન આવતા ફરીથી વાતચીત શરૂ કરી હતી.