ગુજરાત

નિત્ય ભગવાનનું જપ કરવાથી તમારાં જીવનમાં આવાં ફેરફારો આવી શકે છે.

આપ શેર કરી શકો છો

ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે, ત્યારે તેનો આભાર આપણે જેટલો માનીએ તેટલો ઓછો કહેવાય કારણ કે, આપણા શાસ્ત્રોમાં કહ્યું કે કે મનુષ્ય અવતાર એ સૌથી શ્રેષ્ઠ અવતાર છે. જેથી આ મળેલ ભવને વ્યર્થ ન જવા દેવો જોઈએ. દિવસ રાત ભગવાનનું સ્મરણ કરવું જ જોઈએ. ભગવાનના નામના જપથી જન્મજન્માંતરની લપ છૂટી જાય છે. પરમાત્માનું નામ સ્મરણ કરવાથી તમામ પાપો બળી જાય છે.

શ્રી કૃષ્ણે ભગવદ્દગીતામાં કહ્યું છે કે, જે એક ચિત્તે સતત અને હંમેશા મારું સ્મરણ કરે છે તે ભક્તને હું સહેજમાં પ્રાપ્ત થાઉં છું. એટલે જ આખા દિવસમાં એકવાર તો ભગવાનના જપની માળા કરવી જ જોઈએ. સુખ અને દુઃખ આ બંને સમયમાં આપણે ઈશ્વરને સાથે રાખીને ચાલવું જોઈએ. આ જીવ તેમની દેન છે પરંતુ તેનું જતન કરવું આપણી ફરજ છે.

જપ કરવાનો મહિમા.

◆ નિત્ય ભગવાનની માળા કે નામ જપવા થી મન સુધરે છે. જ્યાં સુધી જપ કરવામાં ન આવે ત્યાં સુધી પાપની આદત છૂટતી નથી.

◆ જપ કરવાથી જીવન સુધરે છે, સ્વભાવ પણ સુધરે છે, અનેક જન્મના પાપના સંસ્કાર જપ કરવાથી દૂર થાય છે.

◆ જ્યારે વિકાર વાસનાઓ ઉદય થાય ત્યારે નિરંતર નામ સ્મરણ કરવાથી સંસારની વાસનારૂપી ઝેર ચડી શકે નહીં.

ગરીબ હોય કે અમિર સૌ કોઈ ઈશ્વરના સંતાનો છે! એક વાત જરૂર યાદ રાખજો કે ભગવાન ક્ચારેય કોઈને દુઃખી નથી કરતો પરંતુ આપણે જ દુઃખના સમયમાં એ સમયથી લડવાની બદલે તેની સામે હારી જઈએ છીએ અને ભગવાનને દોષ આપીએ છીએ પરંતુ આવાં જ સમયે તેમનું સ્મરણ કરવું જોઈએ. માણસ સ્વાર્થી છે, જ્યારે જરૂર હોય ત્યારે ભગવાનનું જપ કરે છે પરંતુ તે યોગ્ય નથી એટલે હવે એક નિર્ણય લ્યો કે, તમે પરિવાર સાથે દિવસમાં એકવાર અચૂક ભગવાનનું જપ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *