ગુજરાત

યમરાજનું યમલોક કેવું છે તે જાણીને તમને આશ્ચર્ય થશે!

આપ શેર કરી શકો છો

યમનું નામ સાંભળતાની સાથે જ સૌ કોઈ થરથર કાંપી ઉઠે છે કારણ કે યમરાજ તે પ્રાણ હરનારા દેવ છે. મનુષ્યનાં જીવનની ડોર તેમનાં હાથમાં છે. કહેવાય છે, કે મનુષ્યનું શરીર તો પંચભૂતોમાં વિલીન થઈ જાય છે પરંતુ આત્મા અમર હોય છે અને આ ભાવમાં કરેલા કર્મોના ફળને આધીન આપણને સ્વર્ગ ને નર્કની પ્રાપ્તી થાય છે.

આત્મા સૌથી પહેલા યમલોકમાં આવે છે, જ્યાં ચિત્રગુપ્ત યમરાજને મનુષ્યના કર્મો વિશે જણાવે છે. ચાલો ત્યારે યમલોક કેવું છે તે જાણીએ. આપણે સૌ કોઈ યમલોક વિશે સાંભળ્યું હશે પરંતુ ગરૂડ પૂરાણમાં આ વિશે ખુબ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. મૃત્યું પામેલા વ્યક્તિઓ ની જેમ કે આપણા પૂર્વજોની આત્મા જે જગ્યાએ નિવાસ કરે છે તે જગ્યાને પરલોક અથવા મૃત્યુલોક, યમલોક કહેવામાં આવે છે. આ મૃત્યુલોકના રાજા યમરાજ છે.

યમરાજના મહેલને ‘કાલિત્રી’ મહેલ કહેવામાં આવે છે અને તેમના સિંહાસનને ‘વિચાર ભૂ’ કહેવામાં આવે છે.પદ્મ પૂરાણમાં ઉલ્લેખ મળે છે કે, યમલોક પૃથ્વીથી 86000 યોજન એટલે કે લગભગ 12 લાખ કિલોમીટર દુર છે.


યમલોક વિશે કહેવામાં આવે છે કે તે ખુબ બિહામણુ છે. જ્યાં લાવેલા દરેક જીવોને જીવનમાં કરેલા કર્મ અનુસાર સજા કરવામાં આવે છે. ગરૂડ પૂરાણમાં યમલોકના ચાર દરવાજા વિશે જણાવવામાં આવ્યું છે. જેમાં પૂર્વ દ્વારથી માત્ર ધર્માત્મા અને પુણ્યાત્માઓને પ્રવેશ મળે છે. દક્ષિણ દ્વારથી પાપીઓને પ્રવેશ મળે છે જ્યાં તેમને ઘણો ત્રાસ આપવામાં આવે છે. સાધુ-સંતોનીને ઉત્તર દિશાના દરવાજેથી પ્રવેશ મળે છે.

જ્યારે દાન-પુણ્ય કરનાર વ્યક્તિને પશ્ચિમ દિશાથી પ્રવેશ મળે છે. યમલોકના ભવનનું નિર્માણ દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માએ કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *