ગુજરાત

માત્ર પાંચ જ દિવસમાં બદલાઈ જશે ગેસ સિલિન્ડર આપવાની સિસ્ટમ, જાણી લો નહીં તો હોમ ડીલીવરી નહીં મળે

આપ શેર કરી શકો છો

આથી માત્ર પાંચ જ દિવસમાં એટલે કે ૧ નવેમ્બર દેશમાં રસોઈ ગેસ સિલિન્ડર ના મહત્વના નિયમમાં ફેરફાર થવાનો છે. આગામી મહિનાથી ગેસ સિલિન્ડરની હોમ ડીલીવરી ની પ્રક્રિયામાં ફેરફાર થવાનો છે. આ માટે વન ટાઈમ પાસવર્ડ જરૂરી છે. આ સિસ્ટમમાં ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ નું નામ આપવામાં આવ્યું છે.

હવે માત્ર બુકિંગ કરાવવા પર તમને સિલિન્ડિરની ડિલિવરી નહીં મળશે. આ માટે તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર એક કોડ મોકલવામાં આવશે. આ કોડને તમારે ડિલિવરી બોયને બતાવવો પડશે. આવું કરવાથી ગ્રાહકોને રસોઈ ગેસ સિલિન્ડર મળશે. જો કોઈ ગ્રાહકનો મોબાઈલ નંબર રજિસ્ટર ન હોય તો તેઓ એપ થકી પોતાનો નંબર અપડેટ કરી શકે છે. આ એપ ડિલિવરી બોય પાસે પણ ઉપલબ્ધ હશે. નંબર અપર ક્યાં બાદ કોડ જનરેટ થશે. આ વ્યવસ્થાના કારણે લોકોને થોડી અસુવિધા થઈ શકે છે. જેમણે પેટ્રોલિયમ કંપની સાથે પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવ્યો નથી. નવા નિયમથી ગ્રાહકોને પોતાનું એડ્રેસ અને મોબાઈલ નંબર ખોટો નોંધાવ્યો છે તેમણે તક્લીફ થઈ શકે છે. ખોટી જાણકારીના પગલે તેમની ડિલિવરી રોકાઈ શકે છે. આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડર ઉપર લાગુ નહીં પડે. આ વ્યવસ્થાથી એ સુનિશ્ચિત કરી શકાય છે કે ડિલિવરી કોઈ ખોટી વ્યક્તિને અપાતી નથી.

ગેસ સિલિન્ડરની ચોરીને રોકવા માટે અને ગ્રાહકોની ઓળખ માટે કંપનીએ ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ સિસ્ટમ શરુ કરી રહી છે. શરૂઆતમાં આ માત્ર ૧૦૦ સ્માર્ટ સિટીમાં જ લાગુ થશે. જેમાં સ્થપુરમાં આનો પાયલોટ પ્રોજેક્ટ પહેલાથી જ ચાલી રહ્યો છે. બાદમાં આ વ્યવસ્થા અન્ય શહેરોમાં પણ લાગુ કરાશે.

અત્યારના સમયમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘરમાં ૧૪.૨ ક્લિોગ્રામના ૧૨ સિલિન્ડર ઉપર સબ્સિડી આપે છે. જો ગ્રાહક આનાથી વધારે સિલિન્ડર લેવા માંગે તો તેને બજાર મૂલ્ય ઉપર સિલિન્ડર ખરીદવો પડે છે.