ગુજરાત રાષ્ટ્રીય

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા શહીદ રઘુભાઈ બાવળીયા ના પરિવાર ને દસ લાખ ની સહાય કરશે

આપ શેર કરી શકો છો

થોડા દિવસ પહેલા 20 ઓક્ટોબરે કોળી સમાજ ના યુવાન રઘુભાઈ બાવળીયા લેહ થી પણ 350 કીમી દુર હતા જયા દેશ રક્ષા કાજે શહીદ થય ગયાં. શહીદ થયેલા રઘુભાઈ છેવાડા ના ગામડા ચોરાવીરા ના છે. અને તેની આર્થિક પરિસ્થિતિ જોઈ એ તો આંખ મા આંસુ આવી જાય તેવી હતી ઘર ને પ્લાસ્ટર પણ ન હતુ આવી બાબત સદભાવના વૃદ્ધાશ્રમ ને ધ્યાન મા આવી હતી.


અને દેશ ની રક્ષા માટે શહીદ થયેલા ઝાબાઝ રઘુભાઈ બાવળીયા ને મદદ દવા માટે 10 લાખ ની સહાય કરવા ની તૈયારી બતાવી છે.
શહીદ રઘુભાઈ બાવળીયા નુ ઘર ગામ માંથી ઉછીના વ્યાજે પૈસા લઈને બનાવેલું ઘર છે.

રઘુભાઈ ઘાતક કમાન્ડો ની ટ્રેનીંગ પુર્ણ કરી ને આવે પછી માં-બાપ ને ખાતરી આપી કે તમારે હવે લાંબો સમય વ્યાજ નહિ ભરવું પડે અને મજૂરીએ પણ નહી જવું પડે અને દેવું પણ નહીં રહે. શહીદ રઘુભાઈએ પોતાના માતાપિતાને આપેલું વચન પુરું કરવાની નૈતિક જવાબદારી સૌ દેશવાસીઓની છે.

સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રઘુભાઈના પરીવારને ૧૦ લાખ રૂપીયાની માગ સ્વીકાર નિધી અર્પણ કરવાની મંગલ ભાવના છે. તા.૨૦, નવેમ્બરના રોજ, શહીંદરઘુભાઈની પ્રથમ માસિક પુણ્યતિથીએ, સદભાવના વૃધાશ્રમના પ્રતિનિધીઓતજ્ઞ ભાવે, નત મસ્તકે અને પોતાનાર્તવ્યના ભાગરૂપે અત્યંત સન્માનપૂર્વક ૧૦ લાખ રૂપીયાની નીધિ પરીવારને અત્યંત ગરીમા પુર્ણ રીતે અર્પણ શે. સદભાવના વૃધ્ધાશ્રમ સમાજના સહકારથી ચાલતી સંસ્થા છે. આ ૧૦લાખ રૂપીયાની નિધી પણ સદભાવના વૃધાશ્રમ સમાજમાંથી જ એકત્ર કરીને આપશે. જે કોઈ સદગૃહસ્થ આ રકમમાં સહભાગી-સદભાગી થવા ઈચ્છતા ય, પોતાનું અનુદાન અર્પણ કરવા ઈચ્છતા હોય તેઓને વિશેષ માહિતી માટે વિજ્ય ડોબરીયા (મો.૮૦૦૦૨ ૮૮૮૮૮),મનોજ કલ્યાણી (મો.૯૯૯૮૨૦૦૭૦), ધીરૂભાઈ કાનાબાર (મો. ૯૮૨૫૦૭૭૩૦૬), રાજેશભાઈ રૂપાપરા, સુધીરભાઈ નો સંપર્ક કરવા વૃધ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *