ગુજરાત

ગિરનાર પર્વત અને તેની વિશેષતા અને જાણવા જેવી બાબતો.

આપ શેર કરી શકો છો

ગીરનાર જુનાગઢ થી ૫ કીલો મીટર ના અંતરે આવેલું છે ગીરનાર અનેક પર્વતો નુ સમુહ છે જેમાં પાચ મોટા શિખર આવેલા છે જેમાં ગોરખ શિખર ૩૬૦૦ ફુટ જયા અંબે મા નુ મંદિર આવેલું છે, ૩૩૦૦ ફૂટ ગૌમુખી શિખર ૩૧૨૦ જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈ પર આવેલ છે.

આપણા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર ગણાય છે. ગિરનાર માટે ચડવા માટે તમારે 5500 રહેશે. ગિરનાર પર 886 નાના મોટા મંદિરો આવેલા છે એ જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પથ્થરના દાદરા અને રસ્તા બનાવવામાં આવ્યા છે જે તમને એક ટોચ પરથી બીજી ટોચ પર જવામાં મદદ કરશે. અને ચોમાસા બાદ ફરવા માટે નુ ઉતમ સ્થળ પણ છે અને તાજેતરમાં મા જ અહી રોપ વે ની સુવિધા ચાલુ થય છે.

ભવનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી દરમિયાન નાગાબાવાઓ ઉજવણી કરવા આવે છે કૈલાસ પર્વત પર ચડવા માટે જ્યારે આઠસો પગથિયા બાકી હોય છે ત્યારે એક સીધી સરળ જગ્યા આવે છે એ જગ્યા અદભુત જૈન મંદિર પરિષદ માં આવેલી છે.

આજે મંદિર એ ૧૨ થી ૧૬ મી સદી દરમિયાન બનાવવામાં આવ્યા હતા અહીયા ૭૦૦ વર્ષના તપ પછી જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર નાશ પામ્યા હતા ત્યાર પછીના બીજા બે હજાર પગથિયાં ચડવાથી અંબાજી માતાના મંદિરના દર્શન થાય છે જે મિત્રો આ મંદિરની મુલાકાત લેવા આવે છે. નવા પરણેલાં કપલ પણ અહીંયા દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવે છે. જેમ તમે જશો તેમ તમને ઉપર કુદરતી સૌન્દર્ય ના દર્શન થતા જશે બે હજાર પગથિયાં ચડવાં બાકી હશે અને તમને નીચે જોશો તો તમે થોડો ડર લાગી શકે છે.

સૌંદર્ય તમારું મન મોહી લેશે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ ગિરનાર પર્વત જવાળામુખી પર્વત છે તેના પર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે અને મહત્વની ભૂમિકા છે અહિયાં તમને આદિ કવિ નરસિંહ મહેતા જેવા બીજા ઘણા સાહિત્યકારો પણ ભૂમિ પર વસી ગયા છે.

• લીલી પરિક્રમા :- છેલ્લા ઘણા વર્ષોથી લીલી પરિક્રમા થાય છે આ પરિક્રમા કરવા માટે અનેક જગ્યાઓથી અનેક લોકો આવતા હોય છે

ત્યારે લગભગ ૩૬ કિલો મીટર જેટલી હોય છે દિવસની પરિક્રમામાં થાય છે મિત્રો કારતક સુદ અગીયારસથી શરૂ થતી હોય છે. લોકમત મુજબ લીલી પરિક્રમા મા અનેરો આનંદ આવતો હોય છે અને લોકો ટેન્શન મુકત થતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનો કાળ ના લીધે લીલી પરિક્રમા થશે નહી તેવું લાગી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *