ગુજરાત ભાવનગર

ઐતિહાસિક તસ્વીર : ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની સાથે દેશ ના

આપ શેર કરી શકો છો

ભાવનગર ના પ્રજા વત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી સૌપ્રથમ રજવાડુ આપવાની પહેલ ના કારણ જ આપણા સ્વતંત્ર ભારત ની રચના થઈ અને ઈતિહાસ ના પન્ના મા નામ અમર થયુ આ સમય ઘણો ખાસ હતો તે સમય ની એક તસ્વીર સામે આવી છે. ભાવનગર ના bhavnagar heritage preservation society ના પેજ પર આ તસ્વીર છે.

આ તસ્વીર સ્વતંત્ર અને લોકશાહી ભારત થવાની શાકસી પુરે છે આ તસ્વીર મા એક મહાન રાજા જેણે પોતાનુ રાજ્ય દેશ ને સમર્પિત કર્યુ નવા સંઘમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી,ભારતના ત્રણ વડા પ્રધાનો છે. આ તસ્વીર ડાબેથી જમણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, જીવરાજ નારાયણ મહેતા, સંજય ગાંધી, ભાવનગરના મહારાણી સાહેબ વિજયબા સાહેબ, પંડિત જવાહરલાલ નહેરુ, ભાવનગરના યુવરાણી બ્રિજ્રનંદિની દેવી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી છે. ભાવનગર ના મહારાજા ની પહેલ આપણો દેશ ક્યારેય નહી ભુલી શકે અને આપણા સૌના હદય મા મહારાજા કૃષ્ણકુમારસિંહજી હમેંશા રહેશે. માહીતી સ્ત્રોત -bhavnagar heritage preservation society