ગુજરાત

માઉન્ટ આબુ મા ત્રણ ગુજરાતી પર ખુની હુમલો, કુહાડી થી ઘા જીકાયા

આપ શેર કરી શકો છો

ગુજરાતી ઓ ફરવાના ખુબ શોખીન છે ભારત દેશ ના દરેક સારા સ્થળો પર ગુજરાતી ઓ ફરવા માટે જતા હોય છે પરંતુ તાજેતરમાં એક એવી ઘટના બની છે કે ગુજરાતી ઓ એ વિચાર કરવો પડશે.

માઉન્ટ આબુ ના એક હોટેલ સંચાલકે ત્રણ ગુજરાતી ઓ પર ખુની હુમલો કર્યો હતો અને રસ્તા મા દોડાવી ને માર મારવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક ફોટો

પ્રાપ્ત થતી માહીતી અનુસાર મહેસાણા જિલ્લાના સતલાસણ ગામના ભવાનીસિંહ અને કુલદીપસિંહ સહિત ત્રણ મિત્રો ફરવા માટે આબુ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે જય અંબે હોટલના સંચાલકો સાથે ખાવા અને પાણીની બોટલ બાબતે માથાકુટ થઇ હતી.

બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા હોટલના સંચાલકોએ પર્યટક સાથે ગાળાગાળી કરીને માર મારવાનું ચાલુ કર્યું હતું.  આ ઘટના મા એક યુવક ને પિઠ ના ભાગે કુહાડી ના ઘા જીકાયા હતા અને આબુરોડ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.