રાષ્ટ્રીય

21 ડીસેમ્બર એ આકાશ મા એવી બનશે ઘટના કે પછી 397 વર્ષ સુધી નહી બને ફરી

આપ શેર કરી શકો છો

આકાશ મા ઘણી એવી ખગોળીય ઘટનાઓ બને છે કે એ આપણ ને ચકીત કરી દે છે અને ખગોળીય વૈજ્ઞાનિકો નો આ ખાસ રસ નો વિષય પણ છે. દુનિયા ની અલગ અલગ એજન્સી ઓ આ બાબતો ની રીચર્સ કરતી હોય છે અને નવા નવા તારણ કાઢતી હોય છે અને આ બાબતો માનવ જીવન ને ઉપયોગી થતી હોય છે.

આપણા સૌર મંડળ નો સૌથી મોટો ગ્રહ ગુરુ છે જે પૃથ્વી થી 80000 ગણો મોટો છે આ ખગોળીય ઘટના મા આ ગુરૂ ગ્રહ અને શનિ ગ્રહ એક બીજા ની ખુબ નજીક આવી જશે અને બન્ને વચ્ચે નુ અંતર 0.06° થય જશે. જે 397 વર્ષ બાદ થશે આવુ બનશે અને ફરી ભવિષ્યમાં મા પણ કદાચ આવી ઘટના બનવા 300 થી વધુ વર્ષ વાગી જશે. આ ઘટના અંદાજીત 21 ડીસેમ્બર ના રોજ ઘટશે.

ખગોળશાસ્ત્રી ડો.શશી ભૂષણ ના જણાવ્યા અનુસાર આ ઘટના નરી આંખે પણ જોઈ શકાશે. આમ તો આવી ઘટના 20 વર્ષ જોવા મળે છે પરંતુ 397 વર્ષે સૌથી નજીક જોવા મળશે.

સૌ પ્રથમ આવી ઘટના જો કોઈ એ નીહાળી હોય તો એ મહાન ખગોળશાસ્ત્રી ગેલેલીયો હતા. જેણે 1623 મા ટેલિસ્કોપ ની મદદ થી ગુરૂ ગ્રહ અને શનિ ગ્રહ ને એક બીજાની નજીક જોયા હતા. તેવો ની આ શોધ બાદ ઘણાં બધા તથ્યો દુર થયા હતા.

આ ઘટના ના પગલે લોકો મા ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને ખગોળશાસ્ત્ર મા રસ ધરાવતા લોકો ખાસ રાહ જોઈ રહ્યા છે. જો આપને આ લેખ ગમ્યો. હોય તો શેર કરવો.