રાષ્ટ્રીય

જે નેતા પર કોરોના વેક્સીન નુ ટ્રાયલ કરવામા આવ્યુ હતુ એ નેતા ને જ થયો કોરોના, કંપની એ આપી સફાઈ કે

આપ શેર કરી શકો છો

દેશ અને દુનિયા મા કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે બધા દેશો વેક્સીન ની શોધ માટે ઉતાવળ કરી રહ્યા છે અને ફટાફટ ટ્રાયલ પણ કરી રહ્યા છે અને પીએમ મોદી એ એ પણ આશા વકત કરી છે આવતા થોડા દિવસ મા વેકસીન મળી જશે.

એક સમાચાર એવા પણ આવી રહ્યા છે કે હરીયાણા ના સ્વાસ્થય મંત્રી અનીલ વિજ ને પણ કોરોના કોરોના થયો હતો અને તેમને Twitte કરી ને માહીતી આપી હતો કે તેવો નોકરોના થયો છે અને અંબાલા સીવીલ હોસ્પિટલમાં મા એડમીટ કરાયા છે અને સાથે સંપર્કમાં આવેલા લોકો પણ ટેસ્ટીંગ કરાવે તેવી અપીલ કરી હતી.

આપના અહી જણાવી દઈએ કે અનીલ વીજ એ 15 દિવસ પહેલા જ કોરોના વેકસીન ના ત્રીજા ચરણ ના ટ્રાયલ મા પોતના પર ટ્રાયલ કરાવ્યું હતુ. આ નિરીક્ષણ કરેલ વેકસીન પ્યોર સ્વદેશી હોવાનુ જાણવા મળ્યુ છે અને ભારત બાયોટેક નામ ની કંપની ની આ ટ્રાયલ વેક્સીન હતી.

આ અંગે ભારત બાયોટેકે સફાઈ આપી હતી કે
કે ફેઝ 3 ટ્રાયલ ડબલ-બ્લાઇન્ડ અને રેન્ડમાઇઝ્ડ છે, જ્યાં ટ્રાયલમાં ભાગ લેનારા 50% લોકો રસી મેળવે છે અને 50% વિષયો પ્લેસબો મેળવે છે. કોવેક્સિન તે 28 દિવસના તફાવત પર બે વાર લીધા પછી જ અસરકારક રહેશે. જ્યારે રસી બે વાર લેવામાં આવે છે, ત્યારે તે 14 દિવસ પછી જ અસર બતાવશે.