ગુજરાત

શુ મોડી રાત સુધી ઉંઘ નથી આવતી તો કરો આ ખાસ ઉપાય ઘસઘસાટ ઉંઘ આવશે.

આપ શેર કરી શકો છો

આજ ના આધુનિક યુગમાં મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ અને ફાસ્ટ ફૂડ જેવા ખોરાક ને લીધે પુરતી ઊંઘ નથી હોતી અને ઉંઘ પુરી ન થતી હોવાથી અનેક અન્ય બીમારીઓ પણ હાવી થતી હોય છે ઉંઘ ના આવવાના અનેક કારણો હોય છે એ કારણો જાણી એના પર કામ કરવુ જરુરી છે તો ચાલો જોઈએ સારી ઉંઘ કરવા માટે શુ કરવુ.

સારી ઉંઘ લેવા માટે હંમેશા બેડરૂમ ચોખ્ખો રાખવો જરુરી ચોખ્ખો બેડરૂમ હોય તો મન શાંત રહે છે અને માનસિક રીતે શાંતી નો પણ અનુભવ થતો હોય છે અને જો મન શાંત હશે તો ઉંઘ સારી આવશે.

• આખો દિવસ કામ કર્યા પછી, જો તમે આરામની ક્ષણોમાં પણ કમ્પ્યુટર અને મોબાઈલ સાથે વળગી રહેશો તો ઉંઘ નહી આવે તેમનાથી અંતર બનાવો. ઓછામાં ઓછું સૂતા પહેલા, કમ્પ્યુટર પર કામ કરવાનું ટાળવુ. આ ઉપરાંત રાત્રે ચા અને કોફી જેવા પીણાં ન લો. રાત્રે વધુ મસાલેદાર અને ભારે ખોરાક ન લેવો.

ઉંઘ લાવવા માટે માલીશ એ સૌથી સારુ કાર્ય માનવામાં આવે છે સૂતા પહેલા હાથ અને પગ સાફ કરો અને પછી તમારા પગ ની માલિશ કરો. આ શરીરના લોહીનો પ્રવાહ બરાબર રાખે છે અને થાક દૂર કરે છે. સારી નિંદ્રા માટે, સુતા પહેલા આ મસાજ દ્વારા આ અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે. ઉપરાંત માથા પર પણ સમાજ લઈ શકો છો તેના પણ ઘણો ફાયદો થશે.