ભાવનગર

ભાવનગર ના રામપર-2 મા સિંહો એ 5 પશુ નુ મારણ કર્યુ

આપ શેર કરી શકો છો

વનરાવનનો રાજા પોતાના જંગલોને છોડીને ગામના નજીકના સીમાડાઓ તરફ પહોંચી રહ્યાં છે અને આપણને અવારનવાર સાંભળવા મળતું હોય છે કે, સિંહ પશુઓનું મારણ કર્યું છે. હવે આ ઘટનામાં કોઈનો વાંક નથી પરંતુ જો વન વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવમાં આવે જેથી સામાન્ય પરિવારના પશુઓનું મારણ થતા તેમને સમયસર વળતર પણ મળી રહેવું જોઈએ.

હાલમાં જ એક ઘટના ઘટી છે, જે રાજુલા તાલુકાના રામપરા ગામની છે જ્યાં બે  સિંહો દ્વારા પાંચ જેટલા પશુધનનું મારણ કરવામાં આવ્યું.  સિંહોનું ગામમાં પ્રવેશવા પાછળ ગામ પાસેની ઘટા ટોપ બાવળની ઝાડીઓ પણ કારણભુત બની છે. આ ઝાદીઓને દૂર કરવા કરવા ઉપરાંત વન વિભાગના સ્ટાફમાં વધારો કરવા વ્યાપક માગણી કરવામાં આવી છે તેમજ સાથે વળતર ચુકવવામાં થતો વિલંબ પણ સામાન્ય માણસોને ચિંતામાં મૂકે છે.એક સાથે ચાર થી પાંચ પશુધનનું મારણ કરવામાં આવેલ છે.  રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારમાં આશરે ૭૦ થી ૧૦૦ જેટલા સિંહ પરિવારો વસવાટ કરે છે. જેના લીધે આવી ઘટનાઓ અવારનવાર ઘટે છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, રાજુલા તાલુકાના રામપરા-૨ ગામે ગઇ રાત્રે સિંહો દ્વારા મારણ કરવામાં આવ્યું હતું. આવિસ્તારમાં ૪૫ ગામ વચ્ચે માત્ર ૧ આર.એફ.ઓ. અને ૨ જ ફોરેસ્ટર છે. અને આ વિસ્તારમાં ૪૫ કિ.મી. જેટલો રેલવે ટ્રેક પણ આવેલ છે. ત્યારે અહી સ્ટાફની પણ ઘટ હોવાને લીધે આવી ઘટનાઓ બનતી હોય છે. જેથી કરીને અહી સ્ટાફની સંખ્યા પણ વધારવામાં આવે તેવી માંગ છે. 

વન્યપ્રાણીઓ દ્વારા ગામમાં ઘુસીને થતું પશુધનનું મારણ અટકાવી શકાય. સાથોસાથ છેલ્લા બે, ત્રણ વર્ષથી આ વિસ્તારના વન્ય પ્રાણી દ્વારા મારણ થયું હોય અને વળતર ચુકવવાનું બાકી હોય તેવા કેસની ઘણી બધી અરજીઓ પેન્ડીંગ પડી છે તેનો નિકાલ થાય અને રામપરા-૨ ગામે જે ૪ થી ૫ પશુધનનું મારણ કરવામાં આવેલ છે. તેનું યોગ્ય વળતર પણ લોકોને સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવી આવશ્યક છે