મનોરંજન

દીપિકા પાદૂકોણની 2021માં રિલીઝ થનારી આ ફિલ્મો કરશે કરોડ રૂપિયાની કમાણી.

આપ શેર કરી શકો છો

બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં દીપિકા પાદુકોણનું નામ સૌથી મોખરે છે, અત્યાર સુધીની તેની દરેક ફિલ્મોએ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ વર્ષે દીપિકા પાદુકોણની છેલ્લી ફિલ્મ ” છપાક ” હતી. આ ફિલ્મ ભલે વધુ કમાણી ન કરી શકી પરંતુ આ ફિલ્મમાં દીપિકાના અભિનયની બહુ વખાણ થયાં હતાં. આ ફિલ્મમાં દીપિકાએ લક્ષ્મી અગ્રવાલની ભૂમિકા ભજવી હતી જેના પર એસિડ હુમલો થયો હતો.

આ ફિલ્મની વિશ્વ ફ્લકે નોંધ લેવાયેલી છે. ત્યારે હવે વર્ષ 2021માં દીપિકા પાદુકોણની પાંચ ફિલ્મો આવની છે, જે બોક્સ ઓફિસ પર કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે તેમ છે.ચાલો ત્યારે આ ફિલ્મ વિશે વધુ માહિતગાર થઈએ.

વર્ષ 2021માં દીપિકા પાદુકોણની રિલીઝ થનારી ફિલ્મો. 1 ધ ઇર્ટન: આ એક હોલિવુડની ફિલ્મની રિમેક છે, જેમાં દીપિકા પાદુકોણ અને રિશી કપૂર મુખ્ય કિરદારમાં જોવા મળશે.આ ફિલ્મ બિગ બજેટની ફિલ્મ છે, જેણે હોલીવૂડમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી, ત્યારે હવે જોવાનું રહ્યું કે બોલિવૂડમાં આ ફિલ્મ કેવો કમાલ દેખાડી શકે છે.

2. પઠાણ : આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ જોવા મળશે. ખાસ વાત છે કે, દીપિકાની બોલિવૂડમાં ડેબ્યુ ફિલ્મ ઓમ શાંતિ ઓમ હતી જેમાં શાહરુખ ખાન સાથે કામ કર્યું હતું. ફરી એકવાર બંને સાથે જોવા મળશે.આ એક એક્શન ફિલ્મ છે, જેની શુટીંગ વિદેશમાં કરવામાં આવ્યું છે.

3. શકુંન બત્રાની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ,  સિધ્ધાર્થ ચર્તુવેદી અને અન્નયા પાંડે મુખ્ય કીરદાર તરીકે જોવા મળશે. આ ફિલ્મનો શૂટિંગ ચાલું છે અને અવારનવાર આ ફિલ્મની શુટીંગ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.

4 નાગ અશ્વિની ફિલ્મમાં દીપિકા અને અમિતાભ, પ્રભાસ અભિનય કરશે. આ ફિલ્મ સૌથી મોટી ફિલ્મ હશે. હાલમાં આ ફિલ્મ અંગે વધુ માહિતી જાહેર નથી કરવામાં આવી પરંતુ આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પ્રભાસ સાથે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *