રમત ગમત

બાંગ્લાદેશ ક્રિકેટ ટિમના કપ્તાનએ તેનાં સાથી ખેલાડીને મારી થપ્પડ! જુઓ વિડિયો

આપ શેર કરી શકો છો

સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યોં છે, જેમાં એક ક્રિકેટર તેનાં જ ખેલાડીને જાહેરમાં થપ્પડ મારવાનો પ્રયાસ કરે છે પરંતુ કંઈક એવી જ ઘટના બને છે કે તમે વિચારી પણ નહીં શકો કે આવું પણ થઈ શકે છે. ચાલો ત્યારે આપણે આ ખબરની હકીકત જાણીએ કે, આખરે એવું તે શું થયું કે તેનાં જ સાથીદાર પર હાથ ઉઠાવવો પડ્યો? આપણે અવારનવાર આવી ખબરો જોવા અને સાંભળવા મળતી હોય છે પરંતુ તેની પાછળ હકીકત કંઈક બીજી હોય છે. ત્યારે આ વિડિયોની હકીકત શું છે તે જાણવી જરૂરી છે.

બાંગ્લાદેશના ખેલાડી મૂશિફ્કુર રહીમએ ટી-20 ટુર્નામેન્ટમાં મેદાન પર તેની જ ટિમના એક સભ્યને થપ્પડ મારવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ વાયરલ થઈ ચૂક્યો છે.
વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, બેકિસ્મકો ઢાકાના કપ્તાન પોતાનો ગુસ્સો કાબુમાં નથી રાખી શકતો અને તે નસુમ અહમદ ઉપર હાથ ઉઠાવે છે.

ખરેખર ઘટના એવી હતી કે, નસુમ અને કપ્તાન બને કેચ પકડવા દરમિયાન એકબીજાંની સામે અથડાઈ ગયાં અને એ દરમિયાન કેચ પણ છૂટી ગયો અને આ દરમિયાન કપ્તાને નસુમને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. વિડિયોમાં પણ જોઈ શકાય છે કે, નસુમ ઉપર હાથ ઉઠવવામાં આવ્યો નથી છે અને જ્યારે મૂશિફકુ ને સમજાયું કે તેની ભૂલ સમજાય એટલે તેણે પોતાના ગુસ્સાને કાબુમાં કર્યો અને ત્યારબાદ તેને નસુમને સમજાવે છે આ પણ વિડિયોમાં જોઈ શકાય છે.

આ પહેલી એવી ઘટના નથી ઘટી કે બાંગ્લાદેશના ખેલાડીઓનો વીડિયો આવીરીતે વાયરલ થયો હોય. આ પહેલાં પણ અનેક વખત તેઓ ચર્ચામાં રહેલા છે. આ પહેલાં મેદાનમાં નાગીન ડાન્સ કરતો વિડિયો વાયરલ થયો હતો પરતું આ વખતે પોતાના જ સાથીદાર પર આવી રીતે હાથ ઉઠાવવો કેવી વ્યાજબી કહેવાય! બસ આ જ કારણે આ વિડિયો વધુ વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *