ગુજરાત

ગુજરાત ના આ જીલ્લા મા રિલાયન્સ બનાવશે વિશ્વ નુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય

આપ શેર કરી શકો છો

ભારત અને એશિયા ના સૌથી અમીર મુકેશભાઈ અંબાણી અને તેની કંપની રિલાયન્સ દ્વારા ગુજરાત ના જામનગર જીલ્લા મા વિશ્વ નુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનાવશે અને કહેવામા આવી રહયુ છે કે આ સંગ્રહાલય વિશ્વ નુ સૌથી મોટુ હશે અને દુનીયાભર ના પક્ષી અને પ્રાણીઓ ને આમા સાચવવા મા આવશે.

કહેવામા આવી રહયુ છે કે આ પ્રોજેકટ મુકેશભાઈ અંબાણી ના દિકરા અનંત અંબાણી નો ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેકટ 280 એકર ની જમીન પર બનશે એક રિપોર્ટ અનુસાર, જો બધુ બરાબર ચાલે છે, તો સંગ્રહાલય આગામી વર્ષે સામાન્ય લોકો માટે ખુલશે. જો કે કોરોના વાયરસ રોગચાળાને કારણે પ્રોજેક્ટમાં પહેલાથી નોંધપાત્ર વિલંબ થયો છે.

આરઆઈએલના ડિરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે નવા પ્રાણી સંગ્રહાલયને ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબીલીટેશન કિંગડમ તરીકે ઓળખવામાં આવશે. તેમણે કહ્યું કે આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી સંબંધિત મંજૂરી લઈ લેવામાં આવી છે.

આ પ્રાણીસંગ્રહાલય મા બધા પ્રાણીઓ માટે જુદા જુદા વિભાગો હશે. જેમાં, ફોરેસ્ટ ઓફ ઇન્ડિયા, ફ્રોગ હાઉસ ઇન્સેક્ટ, લાઇવ ડ્રેગન લેન્ડ, એક્ઝોટિકા આઇલેન્ડ, વાઇલ્ડ ટ્રેઇલ્સ ઓફ ગુજરાત, એક્વેટિક કિંગડમના નામ હેઠળ વિભાગો બનાવવામાં આવશે. અહીં પ્રાણીઓને એક પ્રકારનું વાતાવરણ આપવામાં આવશે જે તેમના જીવનધોરણ માટે યોગ્ય છે.