સ્વાસ્થ્ય

તમારા સ્વાસ્થ્ય માટે અખરોટ કેટલું લાભદાયક છે જાણો!

આપ શેર કરી શકો છો

કોઈ પણ એવું વ્યક્તિ નહીં હોય કે જેને કાજુ, બદામ, પિસ્તા જેવા સૂકા મેવાના ભાવતાં હોય! આપણે આ રોજ ખાતા જ હોઈએ છીએ પરંતુ આપણે તેમના ફાયદાઓ વિશે નથી જાણતા કે ગુણકારી પણ હોય છે. આજે આપણે અખરોટ વિશે જાણીશું કે અખરોટ ખાવાથી તમને શું શું ફાયદાઓ થઈ શકે છે.

અખરોટ એ એક જાતનું ફળ છે, જે ખાસ કરીને સુકા મેવા તરીકે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અખરોટનું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે તેમ જ અંદરનો ગર્ભ માણસના મગજ જેવા આકારનો હોય છે. અખરોટના વૃક્ષનું વૈજ્ઞાનિક નામ જગ્લાન્સ નિગ્રા છે.ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીરમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે, આઈસ્કીમ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે એવું માનવામાં આવે છે.

અખરોટ અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમા પાચં થી દસ વષનો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાતં કાજુ, બદામ, પિસ્તા પણ પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય.

અખરોટ ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર સારામાં સારી અસર કરે છે અને તમને હેલ્થી બનાવે છે. તબીબોઓનું કહેવું છે કે, અખરોટ ખાવાથી આંતરડાંમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે. આ બેક્ટેરિયા હૃદયનાં સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. ‘ન્યૂટ્રિશન’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

દિવસ દરમિયાન 56થી 85 ગ્રામ અખરોટનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. અખરોટનું સેવન કરવાથી આંતરડાંના બેકટેરિયાની સંખ્યા અને તેની ગુણવત્તામાં આવતા ફેરફારોનું અવલોકન કરવામાં આવ્યું હતું. અખરોટનું સેવન કરવાથી રોસેબુરિયા નામના બેકટેરિયાનો ઝડપી વિકાસ થાય છે. આ બેક્ટેરિયા હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદગાર હોય છે. આવી જ રીતે તમે કાળી દ્રાક્ષ તેમજ બદામનું સેવન કરવું જોઈએ અને એમના ફાયદા અને શેના માટે વધુ લાભદાયક તે જાણવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *