મનોરંજન

શું તમે બચત કરવાનું વિચારી રહ્યાં છો?પોસ્ટ ઓફિસમાં કરો રોકાણ, જાણો બેંક કરતાં કેટલું વળતર મળે છે!

આપ શેર કરી શકો છો

સૌ કોઈને બચત કરવી છે,પરંતુ આપણે જાણતા નથી કે, કંઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવાથી આપણને વધુ ફાયફો થાય છે! તમારે આ બધી સમસ્યાઓ વિશે વધુ વિચારવાની જરૂર નથી કારણ કે, અમે આપના માટે આ ખાસ માહિતી લઈને આવ્યા છીએ. નાના રોકાણકારો માટે પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કરવું વધુ યોગ્ય અને લાભદાયક છે કારણ કે પોસ્ટ ઓફિસ સૌથી વધુ સુરક્ષીત છે,જેમાં કોઈ પણ પ્રકારનું જોખમ નથી, અને બેંક કરતાં વળતર વધારે મળે છે.  કારણ કે મોટા પાયે રોકાણકારો દેશમાં સુરક્ષિત રોકાણ પસંદ કરે છે.  શું તમે જાણો છો કે, પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે.

 દરેક ખાતેદાર વધુ વડતર અને નફો મેળવવા ઈચ્છે છે, એવા દરેક લોકોએ પોસ્ટ ઓફીસમાં રોકાણ કરવું જોઈએ કારણ કે બેંક કરતાં પોસ્ટ ઓફિસમાં સ્થિર થાપણો પર વધુ વ્યાજ છે.  અત્યારે પોસ્ટ ઓફિસમાં ટાઇમ ડિપોઝિટ પર 6.7 ટકાનો વ્યાજ મળી રહ્યો છે. જ્યારે વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં 7.4% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

 તાજેતરમાં ઘણી બેંકોમાં સમસ્યા આવી હતી, જેના કારણે રોકાણકારો તેમની થાપણોને લઈને ચિંતિત હતા.  પોસ્ટ ઓફિસમાં ટાઇમ ડિપોઝિટમાં પૈસા એકદમ સલામત છે.  આ એકાઉન્ટને પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ (ટીડી) નામ આપવામાં આવ્યું છે.તમે પોસ્ટ ઓફિસમાં માત્ર 1000 રૂપિયામાં ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ ખોલી શકો છો. આ માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે.  રોકાણની મહત્તમ મર્યાદા નથી.  જ્યારે ફક્ત 500 રૂપિયામાં, તમે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલી શકો છો.

ફિક્સ ડિપોઝીટ-પોસ્ટ ઓફિસને એફડી પર 1 થી 3 વર્ષ માટે 5.5% અને 5 વર્ષના રોકાણ પર 6.7% વ્યાજ મળશે.  આ વ્યાજ ત્રિમાસિક ધોરણે ગણવામાં આવે છે. જો કે, તે વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે.બાળકનું ખાતું પણ ખોલી શકો છો- માતાપિતા તેમના બાળકોના નામે ખાતું ખોલી શકે છે.  પરંતુ જો બાળક 10 વર્ષથી વધુ વયનું છે, તો તે ખાતું પણ જાતે ચલાવી શકે છે.  આ સિવાય તમે આ યોજના હેઠળ ઇચ્છો તેટલા ખાતા ખોલી શકશો.

સંયુક્ત ખાતાની સુવિધા -આ યોજના હેઠળ તમે માત્ર એક જ ખાતું ખોલી શકતા નથી, ત્યાં જથ્થાબંધ સંયુક્ત ખાતું ખોલવાની સુવિધા પણ છે.  તમે ઇચ્છો ત્યારે તમારા સંયુક્ત એકાઉન્ટને એક જ ખાતામાં કન્વર્ટ કરી શકો છો.રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) -પોસ્ટ ઓફિસનું પાંચ વર્ષિય રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) 6.8% વળતર આપે છે.  તેમાં કરવામાં આવેલા રોકાણો પર આવકવેરાની કલમ 80 સી હેઠળ વેરામાં છૂટ પણ છે.  તેમાં કરેલા રોકાણ પર 5 વર્ષનો લોકકીન અવધિ હોય છે, એટલે કે 5 વર્ષ પહેલાં તમે તેમાંથી પૈસા ઉપાડી શકતા નથી.

124 મહિનામાં પૈસા બમણા કરો- આ સિવાય જો તમે કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરો તો આ રકમ 124 મહિનામાં બમણી થઈ જશે.  બીજા ક્વાર્ટર એટલે કે 30 સપ્ટેમ્બર સુધી 6.9 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે.  પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ યોજનાની પાકતી અવધિ 124 મહિના એટલે કે 10 વર્ષ 4 મહિના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *