ગુજરાત

સુરત મહાનગર પાલિકાના કોરોના સંક્રમીત થયેલા 1250 કોરોના વૉરીયર માથી 1201 ફરી લોકો ની સેવા મા

આપ શેર કરી શકો છો

કોરોના મહામારી એ અનેક લોકો ના જીવ લીધા છે.લોક ડાઉન મા પણ ઘણા લોકો ની ફરજ અને જવાબદારી ને લીધે હાજરી આપવી ફરજીયાત બની હતી. એવા જ કોરોના વૉરીયર સુરત મહાનગરપાલિકાના ના 1250 કર્મચારીઓ કોરોના સંક્રમણ નો ભોગ બન્યા હતા જેમાંથી 1201 સાજા થયા હતા અને 25 હજી સારવાર લય રહ્યા છે જયારે 24 કર્મચારી ઓ ના દુખદ મોત નીપજ્યા છે.

સુરત વરાછા જોન બી કોરોના કાળ મા લોકો ની સેવા મા સતત હાજર એવા ડેપ્યુટી કમિશનર શ્રી એન વી ઉપાધ્યાય પણ કોરોના સંક્રમણ નો ભોગ બન્યા હતા. અને ત્યાર બાદ સ્વસ્થ થય ને ફરી ફરજ પર હાજર થયા હતા.

સુરત મહાનગરપાલિકાના ના અનેક કર્મચારીઓ લોક ડાઉન ના સમય મા પણ પોતાની ફરજ ભૂલ્યા ન હતા અને સફાઇ કર્મચારીઓ, આરોગ્ય વિભાગ, પોલીસ,ડોક્ટર,નર્સો વગેરે કર્મચારી ઓ કોરોના ના કપરાકાળ મા લોકો ની સેવા મા રહ્યા હતા અને આ સૌના યોગદાન થી કપરી પરિસ્થિત મા પણ રાહત મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *