ઈતિહાસ

જાણો કયા છે શ્રી માંધાતા નુ મંદિર અને કોણે બંધાવ્યું હતુ

આપ શેર કરી શકો છો

અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતા મહાન જ્યોતિર્ધરો અને શહીદ વીરોનો જન્મ કોળી સમાજમાં થયો હતો, જે સમસ્ત કોળી સમાજ માટે ગૌરવની વાત છે. કોળી સમાજના મહાન રાજાઓ, સંતો, ભક્તો, ઋષિઓ અને વીર શહીદ ક્રાંતિકારીઓએ કોળી સમાજના મડદામાં આધ્યાત્મિક ભક્તિ અને શૂરવીરતાની શક્તિનો પ્રાણ પૂર્યો હતો.

સમસ્ત કોળી સમાજના આ મહાન જ્યોતિર્ધરોની જીવનગાથા અને વીર શહીદોના ઐતિહાસિક સ્મારકોની યાદ તાજી કરીને તેમને સ્મરણાંજલિ અર્પણ કરીએ. મહારાજા ઈશ્વાકુ વંશના અને સમસ્ત કોળી સમાજના મહાન પૂર્વજ સૂર્યવંશી ક્ષત્રિય ચક્રવર્તી સમ્રાટ ‘માંધાતા’ ત્રેતાયુગમાં જન્મ્યા હતા. આ સમયમાં કોઈ પણ પ્રકારનો સંવત, યુગાબ્દ, તિથિ, વાર કે તારીખ અમલમાં નહોતા. માત્ર સૂર્યની ગતિને ધ્યાનમાં લઈ સમય અને તહેવારો નક્કી થતા હતા.

સૂર્યની ગતિ પ્રમાણે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થયો તે સમયે “માંધાતા’નો જન્મ થયો હતો. આ દિવસ ‘મકરસંક્રાંતિ’ના નામથી ઓળખાય છે. એટલે કે “માંધાતા’નો પ્રાગટ્ય દિવસ મકરસંક્રાંતિ છે.

રાજા માંધાતાએ સમગ્ર હિન્દુસ્તાન ખંડમાં પથ્થરયુગની મોહેં-જો દડો-સંસ્કૃતિનો શિસ્તબદ્ધ વિકાસ અને વિસ્તાર કર્યો હતો. રાજા માંધાતાએ માનસરોવર’ બંધાવ્યું હતું. રાજા માંધાતાએ સમગ્ર પૃથ્વી પર વિજય મેળવ્યો હતો. રાજા માંધાતાએ થાણે થાણે ઠકુરાઈ સ્થાપી હતી અને દરે દરે દરબારી દીધા હતા. રાજા માંધાતાએ એકસો અશ્વમેધ યજ્ઞો કર્યા હતા. અને ઘણા મંદિરોનું કલાત્મક બાંધકામ કરાવ્યું હતું.

દાનવીર, શૂરવીર, પરાક્રમી, ચક્રવર્તી, મહાન કોલીય રાજા માંધાતા સાથે ‘પૃથ્વી’એ ‘વસુંધરા’ના નામથી સ્ત્રી રૂપ ધારણ કરી લગ્ન કર્યા હતાં. પૃથ્વી માંધાતાને વરી હતી, એટલે કે મહાન કોલીય રાજા માંધાતા ‘પૃથ્વીપતિ’ હતા. એવું કહેવાય છે કે કોલીય રાજા માંધાતાએ સમગ્ર પૃથ્વી અન્ય રાજવીરોને દાનમાં આપી હતી.

મહારાજા ઈક્વાકુ વંશના અને સમસ્ત કોળી સમાજના મહાન પૂર્વજ સૂર્યવંશી ક્ષત્રિય “માંધાતા” એક ચક્રવર્તી સમ્રાટ હોવા ઉપરાંત “શિવભક્ત’ પણ હતા. રાજા માંધાતાની શિવભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે માંધાતાને આધ્યાત્મિક શક્તિ અને સુખપૂર્વક જીવવાની સદબુદ્ધિ આપી હતી. ઈન્દ્ર દેવતાની કૃપા અને દેવાધિદેવ મહાદેવના આશીર્વાદથી માંધાતાએ મધ્યપ્રદેશમાં રેવા (નર્મદા) નદીના કિનારા પર પોતાની રાજધાની બનાવી હતી.

કોળી રાજા માંધાતાની આ રાજધાનીમાં દેવાધિદેવ મહાદેવ ‘ઓમકારેશ્વર’ના નામથી પ્રગટ થયા હતા. ભગવાન શંકરના બાર જયોતિલિંગોમાંથી એક ‘ઓમકારેશ્વર જ્યોતિલિંગ’ મધ્યપ્રદેશના ‘ખંડવા’ જિલ્લાના માંધાતા ટાપુ પર આજે પણ પ્રસિદ્ધ યાત્રાધામ છે. કોળી રાજા માંધાતાની પુનિત યાદમાં આ યાત્રાધામ ‘ઑકાર માંધાતા’ના નામથી પણ ઓળખાય છે. આ સ્થળ પર માંધાતાના કોળી વારસદારો આજે પણ વસવાટ કરે છે.

ઈ.સ. ૧૧૯૫માં કોળી રાજા ભારતસિંહ ચૌહાણે કાર માંધાતાના વૈભવને ખૂબ વધાર્યો હતો. ભારતસિંહ ચૌહાણનો રાજમહેલ “માંધાતા મંદિર’ તરીકે આજે પણ આ સ્થળે ખંડેર હાલતમાં જોવા મળે છે. માંધાતા ભગવાન શિવ ઉપરાંત ભગવાન વિષ્ણુના પણ અનન્ય ભક્ત હતા. રાજા માંધાતા પૂરી શ્રદ્ધા અને ભક્તિથી નિયમિત રીતે ‘વરુથિની એકાદશીનું વ્રત કરતા હતા.

આ ‘વરુથિની એકાદશી અને માંધાતા એકાદશીના વ્રતના પુણ્ય પ્રતાપે રાજા માંધાતાને મૃત્યુ બાદ ‘સ્વર્ગ’માં સ્થાન મળ્યું હતું. આ સમયે માંધાતાની ઉંમર ૧૨૭ વર્ષની હતી. દુષ્કાળ પીડિત પ્રજાના દુઃખને દૂર કરવા માંધાતાએ સતત ત્રણ વર્ષ ઉપવાસ કર્યા હતા. આ ઉપવાસના ફળસ્વરૂપે અષાઢ સુદ અગિયારસના દિવસે વરસાદ થયો હતો. આ અગિયારસ ‘માંધાતા એકાદશી’ તરીકે ઓળખાય છે.

•રાઘુનંદન