મનોરંજન

અમરેલી જિલ્લામાં જન્મેલા કવિ કલાપી! જેમના જીવનમાં આ ત્રણ સ્ત્રીઓનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

આપ શેર કરી શકો છો

ગુજરાતની આ ધરા પર અનેક વીર સપૂતો અને મહાન સંતોએ  જન્મ લીધો છે, પરતું આજે આપણે એક કવિના જીવનની ગાથા વિશે વાત કરીશું! કવિ અને લેખક તેઓ શબ્દો દ્વારા પોતાનું જીવન માણી લેય છે, આપણે જે કવિની વાત કરી રહ્યાં છે, તેમનું જીવન ભલે ટૂંકું હતું પરંતુ એ અઢળક વારસો આપને આપી ગયાં છે. આમ પણ કહેવાય છે ને, કે તમે કેટલુ લાબું આયુષ્ય જીવ્યાં એ મહત્વનું નથી પરંતુ તમે જીવન કેવું જીવન જીવી લીધું એ મહત્વનું છે.

કહેવાય છે કે, ગુર્જર કુંજનો કરુણ કલાકાર મોરલો એટલે કલાપી. ગુજરાતી સાહિત્યને કલાપી ઘણું આપ્યું છે, આજના સમયમાં પણ એ વારસો આજની યુવાપેઢીને પણ પ્રેરણાદાયક છે. આ કવીને ક્યારેય કોઈ ભૂલી નથી શકવાનું કારણ કે, તેમનું જીવન જ એવું હતું કે, આપણે તેને માત્ર સાંભળ્યું જ છે એને જીવવા માટે આપણે કલ્પના જ કરી શકીએ. જે વ્યક્તિ પોતાની કલમથી અનેક રચનાઓનું શબ્દો સર્જન કર્યું એજ વ્યક્તિનું જીવન ખરેખર એવું હતું કે, આપણે વિચારી પણ ન શકીએ.

ચાલો આપણે એ કલાપી વિશે જાણીએ ! જેમના જીવનમાં ત્રણ સ્ત્રીઓ હોવા છતાં, તેમનું જીવન એકલતા ભર્યું રહ્યું. “કલાપી ” એમનું ઉપનામ હતું ! તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ અમરેલી જિલ્લાના લાઠીના રાજકુટુંબમાં તેમનો જન્મ થયો હતો.

26 જાન્યુઆરી 1874ના રોજ અમરેલી જિલ્લાના લાઠિમાં એક રાજકુટુંબમાં ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજીનો જન્મ  થયો હતો, તેમને પ્રાથમિક શિક્ષણ રાજકોટની રાજકુમાર શાળામાં મેળવ્યું હતું. આંખોની તકલીફ અને રાજકીય ખટપટોને કારણે એમણે શિક્ષણ છોડવું પડ્યું. ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી તથા સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી.

કલાપી પર સ્વીડનબોર્ગ જે સ્વીડન દેશના તત્વચિંતક અને વૈજ્ઞાનિક હતા તેમની ખૂબ જ ઊંડી અસર પડી હતી. કલાપીએ 17 વર્ષની ઉંમરથી જ વિવિધ પુસ્તકોનો અભ્યાસ અને ગુજરાતી સાહિત્ય રચનાઓ કરવાનું શરૂ કરી દીધું હતું. કાશ્મીરનો પ્રવાસનો સમાવેશ થાય છે. કલાપીએ 500 થી વધુ પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતી સાહિત્યની લગભગ 250 રચનાઓ કલાપીએ કરી હતી.તેમનું લગ્ન જીવન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે! તેમના જીવનમાં ત્રણ સ્ત્રીઓ હતી, પરતું અંત સમયમાં તેમને પ્રેમ ન મળ્યો.

1889 માં કચ્છના રાજકુમારી રાજબા અને કોટડા સાંગાણીના રાજકુમારી આનંદીબા સાથે લગ્ન થયા. પિતા અને મોટાભાઈના અવસાનથી 1895 માં 21 વર્ષની વયે કલાપીને લાઠીની રાજગાદી સોંપવામાં આવી. રાજબા સાથે આવેલી એક દાસી મોંઘી સાથે વધેલી નિકટતા અને મોંધીની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે મોંઘી સાથે પ્રિતિ બંધાયી અને 1895 એમણે મોંઘી સાથે પણ લગ્ન કર્યા. જેનું પછીથી શોભના એવું નામ રાખવામાં આવ્યું હતું.

9 જૂન 1900 ના રોજ એક રાતની ટૂંકી માંદગી બાદ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં કલાપીનું અવસાન થયું. કલાપી માત્ર 26 વર્ષ, 5 મહિના અને 11 દિવસ જીવ્યા હતાં. જે દરમિયાન તેમણે એક મહાકાવ્ય, 11 ખંડકાવ્ય, 59 ગઝલો અને 188 છંદોબદ્ધ કવિતા-ઊર્મી ગીતો લખ્યા હતા. અને જો એમાંય તેમનું ગદ્ય સર્જન ગણવા જઈએ તો લગભગ 15000 જેટલી પંક્તિઓનું વિપુલ સર્જન કલાપીએ કર્યું છે.

Source-wikipedia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *