મનોરંજન

આ વ્યક્તિના લીધે પતંગ શોધ થઈ! એ પહેલી પતંગ કાગળ બની હતી.

આપ શેર કરી શકો છો

ઉત્તરાયણ નજીક આવી રહી છે! બસ હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છેઝ ત્યારે ચાલો આજે આપણે પતંગના જન્મ વિશે જાણી લઈએ! ખરેખર આમ જોઈએ તો પતંગ પાસેથી આપણને જીવનમાં ઘણું શીખવા મળે છે. ઊંચે ગગને એ ઉડીને પણ અનેક ગણું આપણને જીવનનાં અનેક બોધ શીખવી જાય છે.એ જાણે છે, જે વ્યક્તિના હાથ જેની ડોર છે એ વ્યક્તિ તેજ વ્યક્તિના લીધે તેને કપાવું જોશે પરતું તે, આપણાં પર વિશ્વાસ રાખીને ગગને જાય છે અને હા જ્યારે તે કપાય છે, ત્યારે પણ બીજાની ખુશીઓનું પણ કારણ બંને. પતંગ માત્ર કળયુગમાં જ નોહતી તેનો જન્મ તો પહેલા જ થઈ ગયો હતો.

પતંગ આપણાં પુરાણાઓમાં જોવા મળે છે! મહાભારત અને રામાયણમાં તેમનો ઉલ્લેખ જોવા મળે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,પતંગની શોધ ઇશુના જન્મ પહેલા ચાઇનિઝ ફિલોસોફર મોઝી અને લૂ બાને પતંગ શોધી હોવાનું ચાઇનિઝ ઇતિહાસમાં નોંધવામાં આવ્યું છે.ચીનના પતંગ શોધક મોઝીએ બાળકોને સ્કૂલના નિરસ અભ્યાસમાંથી બાહર લાવીને તેમની કલ્પનાશકિત ખિલવવા માટે ગમ્મત ખાતર શિલ્ક કાપડમાંથી બનાવેલી પતંગ ઉડાડી હતી. આ સિવાય પતંગની શોધ અંગે અનેક વાતો લોકો કરી રહ્યાં છે, પરતું કાગળમાંથી પહેલી પતંગ કોને ઉડાવી તે જાણીએ

ઇસ ૫૪૯માં પહેલીવાર કાગળમાંથી પતંગ બનાવવામાં આવી હતી.જેનો ઉપયોગ રેસ્કયુ ઓપરેશનમાં સંદેશો મોકલવા માટે થવા લાગ્યો હતો. ચીની લોકો હવામાન,પવનની ગતિ અને દિશા જાણવા માટે પ્રાચીન સમયમાં પતંગનો ઉપયોગ કરતા હતા.કેટલાક તો ચીનમાંથી જ ભારતમાં પતંગનું આગમન થયું હોવાનું માને છે. ભારત બાદ ઇન્ડોનિશિયા, જાવા સુમાત્રા, મલાયા બોનિયો અને ન્યુઝીલેન્ડ સુધી પતંગનો શોખ વિસ્તર્યો હતો.

ન્યુઝીલેન્ડના મઓરી આદિવાસીઓ સદીઓથી વિવિધ પ્રકારના પક્ષીઓના આકારની પતંગ ઉડાડતા હતા. આજે પણ શેષ રહેલા મઓરીએ તેમની આ કળાને જિવંત રાખી છે. ભારતમાં ધાર્મિક અને જયોતિષની દ્વષ્ટ્રીએ મકરસંક્રાતિનું ભારે મહત્વ છે. ૧૩મી સદીમાં માર્કોપોલોએ ભારત તથા એશિયાખંડની સમૃધ્ધિના વખાણ કર્યા જેમાં પતંગનો પણ સમાવેશ થાય છે. ૧૬ મી સદીમાં યુરોપના નાવિકો પતંગકળાને શીખીને યુરોપમાં લઇ ગયા હતા. જો કે પતંગએ ચીનની દેણ હોવાનું સૌ માને છે.

ગુજરાતમાં કાઇટ્સ ફેસ્ટિવનું આયોજન કરવામાં છે, અને આ કાઈટ્સ ફેસ્ટિવલમાં અનેક દેશ વિદેશનાં લોકો પોતાના દેશની પતંગો લઈને આવે છે, ખરેખર ચીન દેશ જ આપણને પતંગની ભેટ આપી હોય તેવું કહી શકાય કારણ કે, મુખ્યત્વે ઇતિહાસકરો અને લોક વાયકાઓ મુજબ ચીનમાં પતંગ જન્મ થયેલો આજે અનેક રૂપમાં પતંગને આપણે ઉડાવી રહ્યા છે. આપણાં ગુજરાતમાં પતંગ એ તહેવારનું રૂપ છે. મકરસંક્રાંતિ  પાવન તહેવાર છે અને આપણે સૌ સાથે મળી આ તહેવાર માવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *