ધાર્મિક લેખ

આ ત્રણ એકાદશીના ઉપવાસ કરવાથી તમારૂ જીવન ધન્ય બની જશે.

આપ શેર કરી શકો છો

આપણાં હિન્દૂ ધર્મમાં એકાદશી રહેવાનું ખૂબ જ મહત્વ છે! ખાસ કરીને સ્વામીનારાયણ સંપ્રદાયમાં વર્ષમાં આવતી દરેક એકાદશીના વ્રતમાટે ફરાળ અને ઉપવાસ કરવામાં આવે છે. ત્યારે આ તમામ એકાદશીમાં ત્રણ એકાદશી ખૂબ જ મહત્વની છે, જેના ઉપવાસ કરવાથી તમને અનેક ફળ મળશે અને ભગવાનની તમારા પર કૃપા રહેશે.ચાલો ત્યારે આપણે જાણીએ આ એકાદશી વિશે.

મોહિની એકાદશી- વૈશાખના શુક્લ પક્ષમાં આવતી એકાદશી મોહિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ વ્રત કરવાથી માણસ મોહમાયા અને પાતક સમૂહથી છુટકારો મેળવી શકે છે.

નિર્જળા એકાદશી- જેઠ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશી કહે છે. આ વ્રતમાં પાણી પણ પીવામાં આવતું નથી, એટલા માટે એને નિર્જળા એકાદશી કહે છે.  વર્ષભરની બધી જ એકાદશીઓથી વધારે મહત્ત્વ જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીનું છે. જેને નિર્જળા, પાંડવ અને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે,એક દિવસના વ્રતથી વર્ષભરની બધી જ એકાદશીઓ સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

આમલકી એકાદશી-ફાગણ શુક્લ પક્ષમાં જે એકાદશી પુષ્ય નક્ષત્રના રોજ આવે છે તેને આમલકી એકાદશી કહેવામાં આવે છે. આંબળાના રૂપમાં શ્રી વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. જે ઘણી ઉત્તમ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *