મનોરંજન

અનુષ્કા વિરાટએ બાળકના ગુડ ન્યૂઝ આપવાનાં બદલે આ ખુશ ખબર આપી!

આપ શેર કરી શકો છો

સૌ કોઈ  અનુષ્કા અને વિરાતના સંતાન ની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલમાં આ ગુડ ન્યૂઝ પહેલા જ એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અનુષ્કા અને વિરાટ એક નવું ઘર લીધું છે. મિસ્ટર એન્ડ મિસિસ કોહલી માટે 2021ની શરૂઆતમાં જ ડબલ સેલિબ્રેશન રહેશે તેમ કહી શકાય. એક તો પ્રથમ સંતાનના જન્મની ખુશી અને બીજો નવા ઘરનો ઉમંગ. બુધવારે રાત્રે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જૂહુ સ્થિત તેમના નવા ઘરની મુલાકાતે પહોંચ્યા હતા.

 અહીં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના અમુક ફ્લોર વિરાટ-અનુષ્કાએ ખરીદ્યા છે. તેમણે પોતાની પ્રોપર્ટીનું નિરીક્ષણ કર્યું હતું. આ નવા ઘરમાં ઈન્ટિરિયરનું કામ પણ થવાનું છે. જો કે, નવા એપોર્ટમેન્ટમાં વિરાટ અને અનુષ્કા ક્યારે શિફ્ટ થશે તેની ચોક્કસ જાણકારી નથી.

 અનુષ્કા શર્માની પ્રેગ્નેન્સીના છેલ્લા મહિના ચાલી રહ્યા છે ત્યારે આ મહામારી દરમિયાન એક્ટ્રેસ પોતાનું વિશેષ ધ્યાન રાખે છે. અનુષ્કા શર્માનો પતિ વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલિયાથી આવી ગયો છે અને પત્નીની સારસંભાળ રાખી રહ્યો છે.

પહેલા સંતાનના જન્મ સમયે પત્ની સાથે રહેવા માટે વિરાટ કોહલીએ ક્રિકેટિંગ કરિયરમાંથી પેટરનિટી બ્રેક લીધી છે. તો વિરાટ ઓસ્ટ્રેલિયાની ટૂર પર હતો તે દરમિયાન અનુષ્કા શર્માએ કેટલીક બ્રાન્ડ્સનું શૂટિંગ પૂરું કર્યું હતું. દુબઈથી આવ્યા બાદ અનુષ્કા મુંબઈમાં વિવિધ સેટ પર શૂટિંગ કરતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *