વાયરલ વિડીઓ

નવા વર્ષના આગમન પહેલા જ ગુજરાતમાં કોરોના નવા સ્ટ્રેનનું આગમન.

આપ શેર કરી શકો છો

આજે વર્ષનો છેલ્લો દિવસ! સૌ કોઈ રાહ જોઈને બેઠાં છે કે, વર્ષ 2020ની વિદાયની વેળા આવતા જ 2021 સૌ માટે યાદગાર રહેશે. વાતની શરૂઆત કરતાં પહેલા જ ગુજરાતમાં ફરીથી નવો કોરાણા નું આગમન થયું છે ત્યારે ચાલો આજે આપણે જાણીએ કે કયા શહેરમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,યુકેથી સુરતના હજીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. 

ત્રણેયને સુરત નવી સિવિલ કેમ્પસમાં આવેલા કોવિડ-૧૯ હોસ્પિટલના દસમા માળે દાખલ કરી સારવાર શરૂ કરવામાં છે. જ્યારે પરિણીતાના કોરોના નેગેટિવ પિતાને ઓલ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા લોકોની તપાસ શરૂ કરતા આ પરિણીતાનું સરનામું સામે આવ્યું હતું. ત્યારબાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે ૨૭ ડિસેમ્બરે પરિણીતાના સંપર્કમાં આવેલા માતા-પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.

રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4302 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,44,258 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 9979 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,29,977 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 9917 લોકો સ્ટેબલ છે. Soruce-abp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *