મનોરંજન

રણધીર કપૂર અને બબીતા પ્રેમ લગ્ન કર્યા છતાં 32 વર્ષ સુધી અલગ રહ્યા! કરીના કપૂર આ કારણ જણાવ્યું.

આપ શેર કરી શકો છો

બોલિવૂડમાં લગ્નજીવન એટલે! ફિલ્મી લગ્ન જીવન. ખરેખર સાચું જ કહ્યું છે, કોઈએ કે બોલિવૂડમાં ભાગ્યે જ અભિનેતા અને અભિનેત્રીઓનું લગ્ન જીવન ભાગ્યે જ સફળ થાય છે. આજે આપણે બોલીવુડનાં એ કપલ વિશે જાણીશું જેણે પ્રેમ લગ્ન કર્યા હોવાં છતાં પણ લગ્નનાં વરસો પછી અલગ થવાનો નિર્ણય લીધો! જ્યારે કપલ અલગ રહેવાનું વિચાર્યું ત્યારે જે ઘટના ઘટી એ જાણીને ચોકી જશો.

આપણે વાત કરી રહ્યાં છીએ કરીના કપૂરના માતા-પિતા રણધીર કપૂર અને બબીતાની! હાલમાં જ 32 વર્ષ પછી કરીના કપૂરના માતા-પિતા રણધીર કપૂર અને બબીતાના અલગ રહેવાનું કારણ સામે આવ્યું. રણધીર કપૂર અને બબીતાના લગ્ન વર્ષ 1971માં થયા હતા અને વર્ષ 1988માં આ કપલે અલગ-અલગ રહેવાનો નિર્ણય લીધો. વર્ષ 2007ના ઓક્ટોબરમાં તેઓ વચ્ચે સમાધાન થયું હતું, છૂટાછેડા લીધા વિના તેઓ 19 વર્ષ સુધી અલગ-અલગ રહેતા હતા. તેઓને સંતાનમાં બે દીકરીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂર છે.

રણધીર કપૂરે કહ્યું હતું કે તેઓ ડ્રિંક કરતા હતા અને મોડેથી ઘરે આવતા હતા. જે તેમના પત્ની બબીતાને પસંદ નહોતું. રણધીર કપૂરે જણાવ્યું કે મારી પત્ની બબીતા ઈચ્છતી હતી કે હું મારી આ ટેવ બદલું પણ હું મારી ગમતી રીતે જીવવા માગતો હતો. પણ, બબીતાને આ સહેજ પણ પસંદ નહોતું. ધીરે-ધીરે તેઓ બંને વચ્ચેની તકરાર વધી અને આ કારણે તેમણે અલગ રહેવાનો નિર્ણય લીધો. જેથી તેઓ બંને પોતાની રીતે જીવી શકે.

ખરેખર આવું માત્ર ફિલ્મીજગતની દુનિયામાં જ બની શકે છે, કરીના કપૂર પણ કહ્યું કે અમે જાણીએ છે કે મારા માતાપિતા લવલી રિલેશેનશીપમાં છે, તેઓ બંનેની જિંદગી જીવવા માંગતા હતા અને આજે તેઓ વચ્ચે મિત્રતા છે, અને અલગ અલગ હોવાં છતાં તેઓ અમારી પરવરીશ કરી છે.બસ બંને પોતાની મરજીથી અલગ થયા છે અને એમાં કંઈ ખોટું પણ નથી.