વાયરલ વિડીઓ

જાણો કેજીએફ -2 નું ટીઝર જાણો કેમ એક દિવસ વહેલું જ રિલીઝ કરી દેવામાં આવ્યું.

આપ શેર કરી શકો છો

હાલમાં જ્યાં જુઓ ત્યાં કેજીએફની ચર્ચા થઈ રહી છે કારણ જે, આ ફિલ્મના પ્રથમ ભાગથી જ લોકોના દિલ જીતી લીધા હતા અભિનેતા યશ! હવે આ ફિલ્મ પ્રકરણ 2 ની સૌ કોઈ આતરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. આ ફિલ્મમાં અધીરાનો લુક સંજય દત્તના બર્થ ડે પર લોકો સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો જ્યારે ત્યાર બાદ રવીના અને યશન પણ લુક જાહેર કરવામાં આવતાં દર્શકો વધુ રોમાંચક થઈ ગયા હતા અને જ્યારે જાણવા મળ્યું હતું કે, કેજીએફ ચેપ્ટર 2 નું ટીઝર 8 તારીખ રિલીઝ થવાનું હતું પરંતુ દર્શકોનો પ્રેમ જોઈને આ ટીઝર એક દિવસ જ અગાઉ જાહેર કરી દેવામાં આવ્યું.

હાલમાં તો યુટ્યુબ થી લઈને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ્યાં જુઓ ત્યાં યશનાં બર્થ ડેની ચર્ચાઓ થઈ રહી છે, તેમજ આ ટીઝરના પણ ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે.

પાર્ટ૦૧ કરતાં આ ભાગ વધુ જોરદાર એક્શન અને રહસ્યમય થી ભરપૂર હશે જેમાં આ ભાગમાં બે મહત્વના રોલ જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં છે, જેમાં રવીના અને સંજય દત્તની ભૂમિકા મહત્વની છે.

‘કેજીએફ ચેપ્ટર 2 ટીઝર’નું ટીઝર રિલીઝ કરતી વખતે એક્સેલ એન્ટરટેઈનમેન્ટે લખ્યું હતું કે,’ જે વચન આપવામાં આવ્યું હતું તે પૂરા થઈ રહ્યું છે. રોકિંગ સ્ટારને જન્મદિવસની શુભેચ્છા. આ ટીઝરમાં તમે સંજય દત્તનો અધિરાનો લુક પણ જોવા મળ્યો છે તેમજ સૌથી ખતરનાક અને મન મોહી કે તેવો રાજનૈતિક અવતાર એટલે પ્રાઈમ મિનિસ્ટરનાં કિરદારમાં રવીના સૌથી આકર્ષિત લાગી રહી છે.  યશ રોકીની સ્ટાઇલમાં આકર્ષક લાગી રહ્યો છે. 

આ ટીઝરને રિલીઝ કરતી વખતે હોમલાબ ફિલ્મ્સે કહ્યું છે કે આ વર્ષે થિયેટરોમાં મેગા મહત્વાકાંક્ષી ‘કેજીએફ ચેપ્ટર 2 ટીઝર’ રજૂ કરવામાં એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને એએ ફિલ્મ્સ ખૂબ આનંદ અનુભવે છે. કેજીએફ ભારતીય સિનેમાનું ગૌરવ રહ્યું છે અને ચાલુ રહેશે. અમે તમારા શક્તિશાળી સપોર્ટ અને પ્રેમની આશા રાખીએ છીએ. નવું વર્ષ બધામાં સકારાત્મકતા, શાંતિ અને ખુશી લાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *