મનોરંજન

આ યુવાને એક જ માંડવે બે યુવતીઓ સાથે અગ્નિ સાક્ષીએ સાત ફેરા ફર્યા!

આપ શેર કરી શકો છો

સમયની બલિહારી અનોખી હોય છે, જેઓ જિંદગી ભર પ્રેમની શોધ કરે છે તેમને પ્રેમ નથી મળતો જ્યારે જેમને પ્રેમ મળે છે, અનહદ પ્રેમ મળે છે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામે છે. હાલમાં ન્યૂઝ અને સોશિયલ મીડિયામાં અનોખા લગ્નની ચર્ચા થઈ રહી છે કારણ કે આ લગ્ન છે જ અનોખા! તમે એક પુરુષ બે સ્ત્રીઓ સાથે લગ્ન કરે એ તો સાંભળ્યું હશે જોયું હશે પરંતુ એક પુરુષ એક માંડવે બે સ્ત્રીઓ સાથે ફેરા ફરે એ તમે નહીં જોયું હોય.

વાત જાણે એમ છે કે, છત્તીસગઢના બસ્તર જિલ્લાના છેવાડાના ખેત મજુરે એક સાથે બે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા.પાંચમી જાન્યુઆરીએ ચંદુ મોર્યા નામના યુવકે એક જ મંડપમાં એક જ સમયે આદિવાસી યુવતી સુંદરી અને હસીના સાથે લગ્ન કર્યા જેનો વિડીયો વાયરલ થતા લોકો આશ્ચર્યચકિત થઇ ગયાં.ત્રણ વર્ષ પહેંલા ખેત મજુર એવો ચંદુ ટોકાપાલ ગામમાં વિજળીના થાંભલા નાંખવા ગયો હતો. ત્યાં ૨૧ વર્ષની આદિવાસી સુંદરીપ્રેમ થઇ ગયો હતો. ત્યાર પછી ફોનથી એક બીજાને સાથે જીવવાના અને  મરવાના કોલ કર્યા, એક વર્ષ પછી ૨૦ વર્ષની હસીના બધેલને પણ ચંદુ ગમી ગયો. તિકરલો ઘા ગામમાં લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયેલી હસીના પણ ચંદુ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. ચંદુની પણ મરજી હતી. 

ગ્રામીણોને આ વાત ગમી નહતી કે લગ્ન વગર આ લોકો કેવી રીતે રહી શકે?ચંદુએ હસીનાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હું સુંદરી સાથે લગ્ન કરવાનો છું, છતાં હસીના હતાશ ના થઇ અને લગ્ન કરવા રાજી થઇ ગઇ.ચંદુના પરિવાર અને ગ્રામજનોને આ ગમ્યું નહી, આથી તેમણે ત્રણેના લગ્ન કરાવી દેવા નક્કી કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *