મનોરંજન

ઇંતજાર નો થયો અંત, જાણો વિરાટ ના ઘરે બાબો આવ્યો કે બેબી

આપ શેર કરી શકો છો

ઘણાં સમયથી આપણે સૌ કોઈ જે નાના મહેમાનની રાહ જોઈ રહ્યાં હતાં તેંનું આજે આખરે આગમન થઈ ગયું છે! તમે જાણી ગયાં હશો કે અમે કોની વાત કરી રહ્યાં છીએ!
હા તમે સાચું જ વિચાર્યું આપણે વાત કરી રહ્યાં છીએ અનુષ્કા અને વિરાટ કોહલીના બેબીની! જ્યાર થી તેમના પ્રેગ્નન્સી વાત બહાર પડી હતી ત્યારથી સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા કે તેમને ત્યાં દીકરો આવશે કે દીકરી? હવે એ ઇંતજારનો અંત આવી ગયો છે, આજે વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ થી આ ખુશ ખબર આપી છે.

અનુષ્કાનાં ચાહકો ઇચ્છતા હતા કે તેને ત્યાં તેના જેવી ખૂબ સુરત દીકરી જન્મે અને જ્યારે વિરાટનાં ચાહકો ઇચ્છતા હતા કે તેમને ત્યાં છોટે વિરાટ આવે જે ક્રિકેટની દુનિયામાં વિરાટ કરતા વધુ નામના મેળવે! આ તમામ ચાહકોને કહેતા ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ કે, આજે વિરાટે પોતાના એકાઉન્ટ પરથી જાહેર કર્યું છે કે, તેમને ત્યાં દીકરીનો જન્મ થયો છે અને અત્યારે હાલમાં માતા અને દીકરી બંને સ્વસ્થ છે, અને હાલમાં અમે થોડી પ્રાઇવેસીની જરૂર છે!

આખરે તમામ ચાહકવર્ગ આ ગુડ ન્યૂઝ થી બહુ જ ખુશ છે અને તમામ સેલિબ્રિટીઝ અને ફેન્સ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે, હાલમાં હવે સૌ કોઈ આ રાજકુમારીને નિહાળવા માટે તડપી રહ્યા છે, અને હવે એ જોવાનું રહ્યું કે અનુષ્કા અને વિરાટની આ દીકરીનું નામ શું રાખવામાં આવશે ? તમે પણ વિચારી રાખજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *