ગુજરાત

આબુધાબીમાં સૌથી પહેલું હિન્દૂ મંદિરનું નિમાર્ણ થશે, આ મૂળભારતીય બિઝનેસમેન આ સપનું જોયેલું.

આપ શેર કરી શકો છો

સયુક્ત આરબ અમીરાત (યુએઈ) ની રાજધાની અબુધાબીમાં હિન્દુઓનું સૌથી મોટું મંદિર બનાવવામાં આવી રહ્યું છે તે વિશે વિશ્વવ્યાપી ચર્ચા ચાલી રહી છે, યુએઈ એક મુસ્લિમ દેશ છે.  અહીંની ભાષા અરબી છે. અહીંની વસ્તી 96.3 લાખ (2018) છે.  તેમાંથી અબુધાબીમાં આશરે બે મિલિયન વસ્તી વસે છે.  તે યુએઈમાં બીજા નંબરનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.  આ અહીંનું પ્રથમ હિન્દુ મંદિર છે.  16.7 એકરમાં બનેલા આ મંદિરના નિર્માણમાં લગભગ 45 કરોડ દિરહામ (લગભગ 900 કરોડ રૂપિયા) ખર્ચ થશે. 

એક અંદાજ છે કે તેનું બાંધકામ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે.  ચાલો આપણે જાણીએ કે વર્ષ 2019 માં અબુ ધાબીએ ઐહાસિક નિર્ણય લીધા બાદ અરબી અને અંગ્રેજી પછી હિન્દીને તેની અદાલતમાં ત્રીજી સત્તાવાર ભાષા તરીકે શામેલ કર્યો હતો.અમીરાતમાં ભારતીયોની સંખ્યા 2.6 મિલિયનને વટાવી ગઈ છે.  એટલે કે, તે કુલ વસ્તીના 30 ટકા છે.  તે અમીરાતનો સૌથી મોટો વિદેશી સમુદાય હોવાનું કહેવાય છે, આ મંદિર બનાવવાનું સપનું બી.આર શેટ્ટીએ જોયેલું.

આ મંદિરનું નિર્માણ બીએસપી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે અક્ષર મંદિર જેવું જ હશે અને આ મંદિરમાં 12 હજાર 200 ટન ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે.ઇટાલિયન કેરારા આરસપદ આશરે 5,000 ટનનો ઉપયોગ થશે. આ પત્થરો 50 ડિગ્રી સુધી તાપમાનને પણ ટકી શકે છે.  તાજેતરમાં જ મંદિરની ડિઝાઇન બહાર પાડવામાં આવી હતી.  મંદિર આના જેવું દેખાશે.  મંદિરમાં શ્રીકૃષ્ણ, શિવ અને અયપ્પાની મૂર્તિ હશે,અયપ્પાને વિષ્ણુ 1 નો અવતાર માનવામાં આવે છે.

આ મંદિર અબુધાબુથી લગભગ 30 મિનિટની અંતરે સ્થિત છે.  આ મંદિરની રૂપરેખા અબુધાબીના ઉદ્યોગપતિ બી.આર. શેટ્ટી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જોકે આ મંદિર 2017 માં તૈયાર થવાનું હતું, પરંતુ કેટલાક કારણોસર તે મોડું થયું હતું.  તેના ઉદ્ઘાટન માટે 2020 માં આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એવી અપેક્ષા છે કે તે 2023 માં પૂર્ણ થઈ જશે.

ચાલો ત્યારે જાણીએ કે બી.આર શેટ્ટી કોણ છે.ભારતમાં બી આર શેટ્ટીની ચર્ચા થઈ હતી. શેટ્ટી વિશ્વની સૌથી મોંઘી મોશન પિક્ચર ‘ધ મહાભારત’માં એક હજાર કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટ કરવાનાં હતા. આજે તો યુએઈના ઈન્ડિયન બિઝનેસમેન બી આર શેટ્ટી પાંચ હજાર કરોડથી વધુ સંપત્તિના માલિક છે. જોકે, એક સમય એવો હતો કે તેમણે પોતાની સફર માત્ર 468 રૂપિયાથી કરી હતી.

ત્રણ વર્ષ પહેલાં શેટ્ટી 5150 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતાં. 2014માં બીઆર શેટ્ટી પ્રાઈવેટ ઈક્વિટી ગ્રૂપના એપેક્સ પાર્ટનર્સ પાસેથી ટ્રેવલેક્સને 9800 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.કર્ણાટકના ઉડ્ડપીમાં જન્મેલા શેટ્ટી અબુ ધાબીની ન્યૂ મેડિકલ સેન્ટર ગ્રૂપ ઓફ કંપનીના તથા યુએઈમાં ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસર તથા મેનેજીંગ ડિરેક્ટર પણ છે. 

શેટ્ટીની ગણના અબુ ધાબીના અબજોપતિમાં થાય છે.એક એવો સમય આવ્યો કે, બી.આર શેટ્ટી રોડ પર આવી ગયાં અને તેમના પર અબજો રૂપિયાનું દેવું આવી ગયું, તેઓનું સપનું છે કે, આ મંદિરનું ઉદ્દઘાટન મોદીજીને હસ્તે થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *