મનોરંજન

એક સામન્ય પરિવારમાં જન્મેલી આ યુવતી ભારતની સર્વશ્રેષ્ઠ દોડવીર બની!

આપ શેર કરી શકો છો

9 જાન્યુઆરી 2000 ના રોજ અસમના ઢીંગમાં જન્મેલી  હિમા દાસ ભારતીય દોડવીર છે, જેણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે, આજે પોતાના પરિવાર અને દેશનું નામ રોશન કર્યું છે, આજે આપણે તેના સંઘર્ષની કહાની વિશે જાણીશું કે તે કઈ રીતે  ઢીંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ તરીકે લોકપ્રિયતા મેળવી. હિમા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે અને શાળાના દિવસોમાં તે છોકરાઓ સાથે ફૂટબોલ રમતી હતી.  તેમણે જવાહર નવોદય સ્કૂલના તેમના શારીરિક શિક્ષક શમશુલ હકની પ્રેરણાથી દોડવાનું શરૂ કર્યુ હતું.

જુલાઈ 2019 માં તેણે ફક્ત 19 દિવસમાં વિવિધ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા.  રાષ્ટ્રપતિએ તેમને 25 સપ્ટેમ્બર 2018 ના રોજ અર્જુન એવોર્ડથી નવાજવામાં આવી અને આસામ સરકારે તેમને રમતો માટે આસામની બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક કરી છે.  જુલાઈ 2019 માં આસામના પૂરને પહોંચી વળવા તેમણે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં પોતાનો અડધો પગાર દાનમાં આપ્યો છે હતો.

 2019 માં હિમાએ આસામ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પરિષદ અંતર્ગત 12 મા ધોરણની પરીક્ષા આપી હતી.  તે પ્રથમ વિભાગમાંથી પાસ થયેલી. હિમાના કોચ નિપ્પોને તેના માતાપિતાને ગુવાહાટી મોકલવા સમજાવ્યા જેથી હિમાને સારી તાલીમ મળી શકે.  હિમાની પારિવારિક પરિસ્થિતિ સારી નહોતી, પરંતુ તેણે રમતગમતની દુનિયામાં કંઇક કરવાનું નક્કી કર્યું અને તેણે સાબિત કરી બતાવ્યું કે તે પરિવાર માટે ગૌરવશાળી છે.

 હિમાનો પર્સનલ બેસ્ટ ટાઇમ 50.79 સેકન્ડનો છે.  ગયા વર્ષે યોજાયેલી એશિયન ગેમ્સ દરમિયાન તેને આ મળ્યું હતું.  તેઓ 14 નવેમ્બર 2018 ના રોજ યુનિસેફ-ભારતના ભારતના પ્રથમ યુવા રાજદૂત તરીકે નિમવામાં આવી હતી અને  વિશ્વની ઘણી પ્રખ્યાત સ્પોર્ટ્સ કંપનીઓએ હિમા સાથે સમર્થનનાંહસ્તાક્ષર કરેલા છે. મહેનતને કારણે હિમા તેના સપનાઓને હકીકતમાં તબદીલ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *