મનોરંજન

પારિજાતના ફૂલો અનેક રોગો માટે લાભદાયક છે, જાણો ક્યાં રોગ દુર થઈ શકે છે.

આપ શેર કરી શકો છો

પારિજાતના ફૂલ આપણે દરેકએ જોયાં જ હશે અને ખાસ કરીને આ ફુલનું ખૂબ જ અનેરું મહત્વ છે. આ ફુલનો ઉલ્લેખ આપણાં પુરાણોમાં પણ કરેલ છે તેમજ આ ફૂલ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ લાભદાયક છે. એવું કેહવાય છે કે, પારિજાત એ ચમેલીના વર્ગનુ એક ફુલછોડ છે. તે મોટેભાગે દક્ષિણ એશીયાનું વતની છે, જે ખાસ કરીને ઉત્તરી પાકિસ્તાન અને નેપાળથી લઈને દક્ષિણે ભારત, બાંગ્લાદેશ સુધી અને દક્ષિણ-પુર્વે થાઇલેન્ડ સુધી જોવા મળે છે.

આ ફૂલ સ્વાસ્થ્યવર્ધક છે.જાણકારોના મત પ્રમાણે એવું કહેવાય છે કે, આ ફુલનાં વૃક્ષ નીચે બેસવાથી તમારાં મનને શાંતિ મળે છે. તેમજ આ ફૂલ દ્વારા અનેક રોગોનું નિદાન પણ થઈ શકે છે. પરિજાતનાં ફુલ, પાંદડાઓ તેમજ ડાળીઓ પણ લાભદાયક નીવડે છે.જો તમને વાળ ખરવાની સમસ્યા થી પીડાતા હોય તો ખરતાં વાળમાં તેના બીજને પાણીમાં પીસીને તેનો લેપ કરવાથી વાળ ખરતાં ઓછાં થઈ જાય છે. અને ખરેલા વાળ ફરીથી ઊગી નીકળે છે અને સાયેટીકા-નું ઊત્તમ ઔષધ પરિજાત છે.

રાંઝણ તેમજ વાયુના કારણે સાંધાના દુઃખાવા જેવા તમામ રોગોમાં પારિજાતના પાનનો ઊકાળો કરી તેમાં દિવેલ ઊમેરીને નિયમિત રીતે સેવન કરવાથી કમરનો દુઃખાવો ઝડપભેર મટે છે.વિષહર-કોઈ પણ જીવજંતુના કરડવાથી તેના પર પારિજાતના પાંદડાની લુગદી બનાવીને તેનો લેપ કરવો.ખરજવા ઊપર પારિજાતના પાંદડાનું ચૂર્ણ તથા નાચણીનો લોટ સમભાગે લઈને તેને ખરજવા પર લગાવવાથી ખરજવું મટે છે.

પારિજાતના પાંદડાને દૂધમાં વાટીને લેપ કરવાથી પણ ખરજવામાં ફાયદો થાય છે.ખોડો-પારિજાતના બીને પાણીમાં લસોટીને તેને નિયમિત માથા પર લેપ કરવાથી ખોડો મટે છે.દાદર -દાદર પર પારિજાતના પાનનો રસ કાઢીને ચોપડવાથી તે મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *