ધાર્મિક લેખ

જાણો ભીષ્મપિતામહ એ ઉત્તરાયણનાં દિવસે કેમ પ્રાણ છોડ્યા.

આપ શેર કરી શકો છો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભીષ્મપિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું હતું! આ વરદાન તેમના પિતા શાંતનુએ આપેલું હતું જ્યારે તેઓ એક મત્સ્યગંધા સાથે લગ્ન કરે અને આ જ કારણે  પિતાની ખુશી માટે પોતે આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લઈ છે અને પોતાનું જીવન સત્યવતીનાં અને હસ્તીનાપૂરનાં સિંહાસનની રક્ષા કરવા માટેનો નિર્ણય લઈ છે.

એક સમય એવો આવ્યો કે, મહાભારતનાં યુદ્ધમાં બાણશૈયા પર ભીષ્મ પિતામહ પોતાના પ્રાણ મકરસંક્રાંતિના દિવસે જ છોડયાં. ચાલો જાણીએ કે, તેમને આ દિવસ શા માટે પસંદ કર્યો. સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે.

સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.

મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *