મનોરંજન

ગુજરાત નુ ગૌરવ પાબીબેન રબારી કોન બનેગા કરોડપતિ મા ભાગ લીધો, જાણો કેટલા રુપિયા જીત્યા

આપ શેર કરી શકો છો

આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીની આગવી ઓળખ છે! સ્ત્રી ધારે તો શું ન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ બન્યાં છે, કચ્છના પાબીબેન રબારી! જેઓ માત્ર ચાર ચોપડી ભણેલા છે, છતાં આજે તેમનું નામ દેશ-વિદેશમાં તેમની કળા અને કોઠા સૂઝ ન લીધે વખાણય છે. કહેવાય છે, કે જો અથાગ પરિશ્રમ કર્યા પછી તેનું પરિણામ અવિરત પણે મળતું જ રહે છે. પાબીબેનની હાલમાં જ કોણ બનેગા કરોડ પતિમાં જોવા મળ્યાં હતાં.

તેઓ કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં જોવા મળ્યાં હતાં જેમની સાથે અનુપમ ખેરએ સાથ આપ્યો હતો જેનાથી તેઓ કેટલી કિંમત જીત્યા તે પણ જાણીશું અને તેઓના જીવનની ખાસ વાત જાણીશું કે, શા માટે પાબીબેન દેશ-વિદેશમાં લોમપ્રિય બન્યા છે.

પાબીબીન રબારી ગુજરાતના કચ્છમાંથી આવે છે, જેઓ પોતાની હસ્તકળાને લીધે અનેક પુરસ્કારોથી સન્માનિત થયા છે, જ્યારે તેઓ નાના હતા ત્યારે જ તેમને પોતાનાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી અને ઘરનું ભરણપોષણની જવાબદારી તેમની માતા પર આવી. 3 દીકરીઓને 4 ચોપડી સુધી ભણાવી અને સીવણકામ પણ શીખ્યું. સમય જતાં પાબીબેન આ કળામાં માહિતગાર થઈ ગયા અને ટેકનોલોજીના યુગમાં આ વ્યવસાયને વધુ વિકસાવ્યો.

આજે તેમની પોતાના નામથી વેબસાઈટ પણ શરૂ કરેલી છે, અને 25 લાખ થી પણ વધુ રૂપિયાનું ટર્ન ઓવર કરે છે. આજે તેઓ અનેક મહિલાઓને રોજગારી પુરી પાડે છે. તેમજ સોશિયલ વર્કર તરીકે પણ તેઓ કાર્યરત છે અને તેમના હેન્ડબેગ્સનાં લીધે આજે અનેક મોડેલો અને વિદેશોમાં પણ તેમના કલાઇન્ટ્સ છે.

હાલમાં જ તેઓ કોણ બનેગા કરોડપતિના લીધે વધુ ચર્ચમાં આવ્યા છે, જેમાં તેમણે સોશિયલ વર્કર તરીકે કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં એન્ટ્રી આપવામાં આવી હતી જેમની સાથે અનુપમ ખેર તેમનો આ રમત રમવામાં સાથ આપ્યો હતો. તેઓ બંને 25 લાખના સવાલ પર અટકી ગયા હતા જેથી તેમને લાઈફલાઈન ઉપયોગ કર્યો હતો.

સમય પૂરો થતાં બીજી લાઈફલાઈન લેવામાં આવી જેમાં એક્સપર્ટ દ્વારા તે સવાલનો સાચો જવાબ આપવામાં આવ્યો અને તેઓ 25 લાખ રૂપિયાની રકમ જીત્યા હતા. આ 25 લાખનો સવાલ આ હતો.  જ્યારથી તે નવાજાત હતી ત્યારે પક્ષીઓ તેની રક્ષા કરી તે કોણ હતી જેનો સાચો જવાબ શકુંતલા હતો. ખરેખર 4 ચોપડી સુધી ભણેલાં હોવાં છતાં પણ પાબીબેન અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *