મનોરંજન

શિલ્પા શેટ્ટી જેવી જ લાગતી આ યુવતી કોણ છે જાણો!

આપ શેર કરી શકો છો

બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમની બહેન પણ દેખાવમાં સરખી જ લાગે છે! આજે આપણે એક એવી અભિનેત્રીની વાત કરવાનાં છીએ જેણે અનેક બોલીવુડમાં લોકપ્રિય ફિલ્મો આપી છે પરતું તેમની બહેન પણ સુંદરતામાં સરખી લાગતી હોવાં છતાં પણ બોલીવુડમાં એટલી લોકપ્રિયતા મેળવી નથી શકી. આજે આપણે શિલ્પા શેટ્ટીને તો ઓળખીએ છે પરંતુ આપણે શમીતાને નથી ઓળખતાં. આ બંને બહેનો દેખાવમાં હુબેહૂબ સરખી જ લાગે છે અને જ્યારે બંને પાસે ઉભી હોય તો પણ તમે તેને ઓળખી નહીં શકો.

હા સાચું જ કહ્યું છે, શમીતા શેટ્ટી પણ બૉલીવુડમાં કારકિર્દી બનાવી ચૂંકી છે પરંતુ તેને પોતાની બહેનની જેમ સફળતા ન મળી! તમને એ વાત જાણીને નવાઇ લાગશે કે શમીતા અભિનેત્રીની સાથે એક ઇન્ટિનયર ડિઝાઈનર પણ છે અને સાથે મોડેલિંગ પણ કરે છે. આજે તે પોતાની લાઇફસ્ટાઇલ હાઇફાઈ જીવી રહી છે.

શમીતાની પહેલી ફિલ્મ મોહબ્બતે હતી! આ જ ફિલ્મથી તેણે બોલિવુડમાં ડેબ્યુ કર્યું. આ ફિલ્મ આદિત્ય ચોપડા દ્વારા નિર્માણ થઈ હતી. આ ફિલ્મના કિરદાર બદલ તેમને આઈફા એવોર્ડ પણ મળ્યો હતો અને તેમજ આઈટમ ગર્લ તરીકે પણ બે ફિલ્મોમાં કામ કર્યું હતું આ સિવાય તે ત્યારે ચર્ચામાં આવી હતી જયારે બીગબોસ3માં તેણે ભાગ લીધો હતો. આજે તે સિંગલ છે અને એકવાયું જીવન જીવી રહી છે. જ્યારે તેની બહેન શિલ્પા શેટ્ટી બોલિવુડમાં ખૂબ જ નામના મેળવી ચુકી છે! બંને બહેનો ખૂબસુરતીમાં એક હોવાં છતાં પણ બંનેની સફળતા કંઈક અલગ જ છે.

શમિતા શેટ્ટીનું અંગતજીવન ખૂબ ચર્ચામાં નથી રહ્યું કારણ કે તે સોશિયલ મીડિયાથી પણ દૂર રહે છે! બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમકે કરીના કપૂર, કરિશ્મા કપૂર જેમાં કરીના બોલિવુડમાં મોખરે છે. કંગના અને રંગોલીમાં કંગના ખૂબ જ લોકપ્રિય બની છે આ સિવાય જાહ્મવી અને ખુશીમાં પણ આવું જ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *