મનોરંજન

ઓટો ચાલકનો દીકરો હોવાં છતાં પોતાના સપનાને હકીકતમાં બદલાનાર સિરાજની સફર વિશે જાણીએ.

આપ શેર કરી શકો છો

ખુલી આંખે જોયેલા સપનાઓ પણ હકીકત બંને છે! કાલે જે 36 વર્ષ બાદ જે ગાબામાં ભારત ઇતિહાસ સર્જ્યો એ અદભુત હતો! આ મેચમાં ક્રિકેટર મોહહ્મદ સિરાજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે! આ મુકામ સુશી પોહચવું તેના માટે એટલું સરળ નાં હતું અથાગ પરિશ્રમનું પરિણામ આજે તે ભોગવી રહ્યો છે! હૈદરાબાદનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ આજે અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે.

મોહમ્મદ સિરાજે પોતાના નાનકડા ઘરને મહેલ બનાવવાનું સપનું જોયું હતું અને તે સપનાને સાકાર કરવા એક બોલ અને પોતાના કાંડાની કરામત જ હતી.  શરૂઆત સમયમાં સિરાજનું જીવન ઘણું જ મુશ્કેલભર્યું હતું. તેના પિતા હૈદરાબાદમાં ઓટો રિક્ષા ચલાવતા હતા. દરેક યુવાનની જેમ સિરાજનું પણ સપનું હતું કે તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમે. જે સપનું હાલ તેનું સાકાર થયું છે. એક ક્લબ ક્રિકેટર તરીકે 500 રૂપિયા કમાવનાર સિરાજને સનરાઈઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અને અહીંથી જ શિખરના ટોચે પહોંચવાની સિરાજની શરૂઆત થઈ છે.

ઓસ્ટ્રેલિયાની ટૂર દરમિયાન જ સિરાજના પિતાનું મૃત્યુ નિપજ્યું. ‘મારું જનૂન હતું જે કરું તેમાં 100 ટકા આપું’ સિરાજે કહ્યું કે, “પહેલા હું ટેનિસ બોલથી રમતો હતો. ખ્યાલ ન હતો કે પ્રોફેશનલ ક્રિકેટ કઈ રીતે રમી શકાય પરતું સમય સાથે બધું શીખી લીધું સીરાજ કહેલું એક ઇન્ટરવ્યૂમાં કે

મારી પોકેટ મની 70 રૂપિયા જ હતી.મારા પપ્પા ઓટો ચલાવતા હતા, પોકેટ મની 70 રૂપિયા આપતા હતા, તેમાંથી 60 રૂપિયા તો પેટ્રોલમાં જ જતા રહેતા, જે બાદ 10 રૂપિયા જ વધતા હતા. રણજી ટ્રોફિની પ્રેક્ટિસ દરમિયાન મોટા ભાગના લોકો કારમાં આવતા, મારી પાસે પ્લેટિના બાઈક હતી. જેની કિક પણ તૂટી ગઈ હતી જેને રિપેર કરાવવાના પૈસા ન હતા ત્યારે ધક્કો મારીને બાઈક સ્ટાર્ટ કરતો હતો. કોઈની પાસેથી ઉધાર પૈસા લઈને કિક સરખી કરાવી હતી” હૈદરાબાદ સનરાઈઝર્સમાં સિલેક્ટ થયો અને જીવન બદલાયું

સિરાજે વધુમાં કહ્યું હતું કે, “અંડર 23માં સારા પર્ફોમન્સના કારણે રણજી ટ્રોફીમાં ખેલવાની તક મળી, અને સર્વિસિઝ વિરૂદ્ધ ડેબ્યૂ કરી જેમાં 1 વિકેટ જ મળી. 2017માં હાઈએસ્ટ વિકેટ મેળવનાર ત્રીજો ખેલાડી હતો રણજી ટ્રોફિમાં. જે બાદ ભરત અરૂણ સર મારી લાઈફમાં આવ્યા અને મારી લાઈફ ચેન્જ થઈ ગઈ. હૈદરાબાદ સનરાઈઝર્સમાં સિલેક્ટ થયો જે બાદ થયું મારું ડ્રિમ સફળ થયું. 

સનરાઈઝર્સે મને 2.6 કરોડમાં ખરીદ્યો. સીરાજનું એક જ સપનું હતું કે માતા-પિતાને ભાડાના ઘરમાંથી કોઈ સારી જગ્યાએ પોતાના ઘરમાં રાખું.જે પૂર્ણ થયું અંડર 23 બાદ આર્થિક સ્થિતિ થોડી સારી થઈ ગઈ હતી, જો કે ત્યારે પણ પિતાજી ઓટો ચલાવતા હતા. IPLમાં સિલેકશન થયું ત્યારબાદથી પિતાજીએ ઓટો ચલાવવાનું બંધ કર્યુ. એક વર્ષમાં ઘર લીધું! સિરાજ જે સપના જોય તેને હકીકતમાં તબદીલ કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *