મનોરંજન

એક ચોરે પી.પી.ઇ કીટનો આવી રીતે ઉપયોગ કરીને 25 કિલો સોનાંની ચોરી કરી.

આપ શેર કરી શકો છો

આજના સમયમાં ચોરી કરવી ક્યાં સરળ છે! હવે તો આજના સમયમાં ચોર પણ સ્માર્ટ બની ગયાં છે અને ચોરી કરવા માટે અનેક તકનીકોનો ઉપયોગ કરીને ચોરી કરીને ફરાર થઈ જાય છે આજે આપણે એક એવી જ ચોરીના બનાવ વિશે જાણીશું! આ ચોરે જે તકનિક અપનાવી ચોરી કરવાની એ તો અત્યાર સુધી કોઈ ચોરના મગજમાં નહિ આવ્યું હોય અને ખરેખર આ ચોર હોશિયાર કહેવાય કે તેને આવી રીતે બુદ્ધિનો ઉપયોગ કર્યો.

આ વાત છે દિલ્હીની ! જ્યાં આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. ચોરે એવી રીતે ચોરી કરી સૌ કોઈ વિચારી રહ્યા છે કે આવું હકીકતમાં કંઈ રીતે બની શકે. ચોર સોનીબી દુકાન પી.પી.ઇ કીટ પહેરીને આવ્યો અને  અને 25 કિલો સોનુ ઉપાડીને ઉપાડીને ફરાર થઈ ગઈ ગયો અને ખાસ વાત એ કે બહાર પાંચ ગાર્ડ પણ હાજર હતાં.

ચોરની કળા કેમેરામાં કેદ કરી હતી, આરોપીનું નામ મોહમ્મદ શેખ નૂર છે, જે દોરડાની મદદથી બાજુની ઇમારતમાંથી કૂદી ગયો હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે એક PPE કીટ પહેરી હતી. તેણે તેના ચહેરા અને શરીરને સંપૂર્ણ રીતે ઢાકી દીધુ તે જલ્દીથી 25 કિલોના ઘરેણાં લઈને ચાલ્યો પણ ગયો .ચોરેલા ઝવેરાતની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી છે.

 દુકાનદારે જણાવ્યું કે સવારે દુકાન ખોલી ત્યારે જાણવા મળ્યું કે દુકાનમાં રાખેલા કરોડોના ઝવેરાત ગાયબ હતા. સીસીટીવી કેમેરામાં ચોર એક સી.પી.ઇ કીટ પહેરે સીડી પરથી નીચે આવતો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે શોરૂમની સામે 5 ગાર્ડ હતા, છતાં કોઈની ખબર ના મળી અને આ ચોરની સ્ટાઇલ એક્દમ ફિલ્મી હતી. 

પરતું આખરે પોલીસે આ અંગેની માહિતી મળતાની સાથે જ તપાસ શરૂ કરી દીધી હતી. આરોપી મોહમ્મદ શેખ નૂરની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી 13 કરોડના 25 કિલો સોનાના ઘરેણા મળી આવ્યા છે. આ ચોરીની ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. વેપારીઓમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *