મનોરંજન

કરિશ્મા કપૂરે પોતાનું ઘર 10 કરોડમાં વેંચી નાખ્યું! જાણો શા માટે તેને પોતાનું ઘર વેચ્યું પડ્યું?

આપ શેર કરી શકો છો

બોલીવુડની એવી ઘણી અભિનેત્રીઓ છે, જેણે  લગ્ન પછી પણ પોતાનું જીવન એકલવાયું જીવી રહી છે. આજે આપણે કપૂર પરિવારની વાત કરીશું. કરીના કપૂર અને કરિશ્મા કપૂર બંને સગી બહેનો છે, જેમનું પરિવાર એક્ટિંગ સાથે જોડાયેલું છે, ત્યારે આજે કરિશ્મા એટલી ફિલ્મજગતમાં સફળ નથી થઈ જેટલી કરીના છે. આજે તે ઍકલવાયું જીવન જીવી રહી છે, ત્યારે  હાલમાં જ જાણવા મળ્યું છે કે, આ અભિનેત્રીએ પોતાનું મકાન વેંચી નાખ્યું છે ત્યારે ચાલો તેનું કારણ જાણીએ.

સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કરિશ્મા કપૂર અને તેની માતા બબીતાએ મુંબઇના ખાર વિસ્તારમાં આવેલા એક અપાર્ટમેન્ટને વેંચી નાખ્યું છે અને જ્યારથી સોશિયલ મીડિયામાં વાત ફરતી થઈ છે ત્યારે સૌ કોઈ ચોંકી ગયા છે અને અનેક વાતો કરી રહ્યાચેમ. આ ફ્લેટને રૂપિયા દસ કરોડઅગિયાર લાખમાં વેંચ્યો છે.ખાસ વાત એ છે કે,રૂપિયા ૨૦ લાખથી પણ વધુ સ્ટેમ્પ ડયુટી ભરી છે. 

આ ફ્લેટ મુંબઇના ખારમાં આવેલા એક બિલ્ડિંગમાં ૧૦માં માળ પર આવેલો હતો. આ ફ્લેટ 1610 સ્કેવર ફૂટમાં આવેલો હતો. આ માટે કરિશ્મો રૂપિયા ૨૦ લાખ ૨૨ હજાર રૂપિયા સ્ટેમ્પ ડયુટી કલેકશન ભર્યું હતું. આ એપાર્ટમેન્ટ ખારના રોઝ ક્વીનમાં આવેલો છે. ફ્લેટ સાથે બે  કારનું પાર્કિંગ પણ આવેલું છે.  આ ફેલટની કિંમત  રૂપિયા ૧૦.૧૧ કરોડ છે.

કરિશ્માએ પોતાની કારકિર્દી દરમિયાન રાજા હિંદુસ્તાની, દિલ તો પાગલ હૈ, બીવી નં. વન જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. પતિ સંજય કપૂર સાથે છુટાછેડા લીધા પછી તે પોતાના બે બાળકો સાથે મુંબઇમાં એકવાયું જીવન જીવી રહી છે, તેને વર્ષો પછી  ડેન્જર ઇશ્ક ફિલ્મથી બૉલીવુડ કમબેક કર્યું હતું પરંતુ આ ફિલ્મ પણ ફ્લોપ ગઈ અને હવે તે ફિલ્મજગતની દુનિયાથી દુર થઇ ગઇ છે જ્યારે તેની બહેનની ફિલ્મી દુનિયામાં બોલબાલા છે, અને કરીનાએ નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને સુખી જીવન પસાર કરી રહી છે અને ટૂંક સમયમાં બીજાં સંતાન જન્મ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *