ધાર્મિક લેખ

હનુમાનજીની પ્રતિષ્ઠા દરમિયાન અનેક પ્રયાસ કરવા છતાં મુર્તિ ઉપડી જ નહીં! જાણો કંઈ રીતે હનુમાનજી અહીંયા બિરાજમાન થયાં.

આપ શેર કરી શકો છો

જૂનાગઢમાં શ્રી કૃષ્ણ અનેક વખત પોતાનાં ભક્ત નરસિંહ મહેતામેં મળવા આવ્યા! તેવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ નીલકંઠ વર્ણી વેશે ગિરનાર પધાર્યા અને ત્યારબાદ સહજાનંદ સ્વામીરૂપે અનેકલીલાઓ કરી અને જૂનાગઢમાં રણછોડરાય અને ત્રિકમરાય તેમજ રાધારમણદેવ અને વિશ્વમાં ક્યાંય ન હોય તેવાં સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. આ જ સુવર્ણ મંદિરમાં બિરાજમાન હનુમાનજી પણ અતિ ચમત્કારી છે, ત્યારે ચાલો આજે આ હનુમાનજીની પ્રતિષ્ઠાનો પરચો જોઈએ.

સંવત ૧૯૧૧ના ચૈત્રી સમૈયા ઉપર વરતાલ જતાં પહેલા જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ જેઠા કડીયાને હનુમાનજી અને ગણપતિજીની મોટી મૂર્તિઓ બનાવવા કહેલું અને હનુમાનજી અને ગણપતિજીની દેરીઓ પણ મંદિરની આગળ નીચેના ભાગમાં તૈયાર થઇ ગઇ હતી. બંને મૂર્તિઓને વેદવિધિથી પધરાવી ગુણાતીતાનંદ સ્વામીએ આરતી ઉતારી.બરાબર આ જ સમયે વડતાલમાં વિજ્ઞાનદાસ સ્વામી મંદિરના ચોગાનમાં માળા ફેરવતાં ફેરવતાં ટહેલે છે. ત્યાં અચાનક આકાશમાં સેંકડો હનુમાનજીને ઊડતા જતાં જોયા.

‘‘અરે આ શું ? આટલા બધા વાંદરા ઊડ્યે જાય છે. ઠેકડો મારતાં તો જોયા છે પણ ઊડતાં પહેલી વાર જોયા. કાંઇક નવીન લાગે છે.’’એકાદ હનુમાનજીને પાસે બોલાવ્યાઃ ‘‘તમે આટલા બધા કોણ છો ? ને કયા લોકમાંથી આવો છો ?’અમે રુદ્રના અંશ છીએ. અમારો તો આખો લોક છે.’ પણ આમ કઇ બાજુ જાઓ છો ?’’

‘‘જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી હનુમાનજીની પ્રતિષ્ઠા કરે છે. અમારામાંથી જેને સ્વામી કહેશે તેની પ્રતિષ્ઠા ત્યાં થશે, બાકીના પાછા જશે.’’પણ તમે બધા લાગો છો તો એક સરખા. તો પછી આમાંથી કોને જૂનાગઢમાં પધરાવશે ?’’‘એ તો તમે ગુણાતીતાનંદ સ્વામીને જ પૂછી જોજો.’’આમ કહી હનુમાનજી ઠેકડો મારીને ઊડવા લાગ્યાવિજ્ઞાનદાસ સ્વામીને થયું : ‘‘થોડા દિવસ પછી વડતાલ સત્સંગિજીવનની કથામાં ગુણાતીતાનંદ સ્વામી આવશે ત્યારે તેમને પૂછી જોઇશ.’ થોડા દિવસ પછી ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પધાર્યા.

વિજ્ઞાનદાસજી સ્વામીએ પૂછયુંઃ ‘‘સ્વામી, તમારે ત્યાં બહુ ઝાઝા હનુમાનજી આવ્યા હતા. તો એમાંથી આપે જૂનાગઢમાં કયા હનુમાનજીની પ્રતિષ્ઠા કરી ?’’‘જે હનુમાનજીએ વનમાં શ્રીજી મહારાજની સેવા કરી હતી તે હનુમાનજીને જૂનાગઢમાં પધરાવ્યા.’’આ સાંભળી વિજ્ઞાનદાસ સ્વામી પણ રાજી થયા.

સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ મંદિરના આગળના ભાગમાં હનુમાનજી અને ગણપતિજીને પધરાવ્યા હતા, પણ રોજ થાળ ધરાવવા જતાં તકલીફ પડે. મહિલાઓ ભજનકીર્તન કરતા હોય, ક્યારેક વરસાદ હોય ત્યારે બહુ તકલીફ પડતી.સદ્‌ગુરુ શ્રી બાલમુકુંદદાસજી સ્વામી, યોગેશ્વરદાસજી સ્વામી તથા અક્ષરસ્વરુપદાસજી સ્વામી વગેરે સંતોની ઇચ્છા હનુમાનજી અને ગણપતિજીને મંદિરના પરથાર સાથે ઉપર દેરા કરી પધરાવવાની હતી. તેથી સદ્‌ગુરુ શ્રી નારાયણદાસજી સ્વામીએ તે સંતોનો સંકલ્પ પૂર્ણ કરવા નિર્ણય કર્યો.

મંદિરની ઉત્તરાદિ બાજુએ શિખરવાળા બે દેરા બનાવવામાં આવ્યા. કુશળ કારીગરોને બોલાવી મૂર્તિઓ ખંડિત ન થાય તે માટે મૂર્તિની આજુબાજુ ખોદકામ કરાવ્યું. કંપો બાંધવામાં આવ્યો.ગણપતિજીની મૂર્તિ કંપા દ્વારા ઊંચે લેવાતી હતી ત્યાં કૃષ્ણપ્રસાદ સ્વામી કરીને એક સંતનો અંગૂઠો કંપીના ચક્કરમાં આવી ગયો. ઘણી ઇજા થઇ ને અંતે ત્રણ મહિને સાજા થયેલા.

ગણપતિજી તો યથાસ્થાને વિરાજમાન થઇ ગયા પણ હનુમાનજી કોઇ રીતે ઉપડતા નથી. વજન ઊંચકવાના કંપા બાંધવામાં આવ્યા. મૂર્તિને કપડે વીંટી દોરડા બાંધ્યા.ઘણું જોર કર્યું પણ મૂર્તિ ઊંચકાતી નથી તેથી નારાયણદાસ સ્વામી હનુમાનજી પાસે આવીને વઢવા લાગ્યા.‘‘હનુમાનજી મહારાજ, હવે ઉપર પધારો. આંહી થાળ ધરાવવામાં તકલીફ પડે છે. ઉપર આપની સેવારીતિ પણ સારી રીતે થઇ શકશે. દેવના થાળના લાડુ તમને જમાડશું. જો આંહી જ રહેશો તો દેવના થાળની પ્રસાદી નહી મળે.’’ને હનુમાનજી માની ગયા. દોરડા બાંધેલી મૂર્તિ હલી. નારાયણદાસજી સ્વામી પણ રાજી થયા અને આજે આ હનુમાનજી અનેક લોકોનાં કષ્ટ દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *