મનોરંજન

પક્ષીઓને દાણા આપવાને કારણે શિખર ધવન પર થઇ શકે છે, કાર્યવાહી!

આપ શેર કરી શકો છો

કહેવાય છે કે,મુશ્કેલીઓ ક્યારેય પણ પૂછીને ન આવે! આપણે એ દેશમાં રહીએ છે,જ્યાં દરેક લોકો માટે નિયમ એક સરખા છે. ત્યારે આજે એક એવી ઘટના બની છે જેના વિશે સોશિયલ મીડિયામાં તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સમય અને સંજોગ તેમજ પરિસ્થિતિ એવી રીતે બદલાઈ જાય છે કે ક્યારેય સપનામાં ન વિચાર્યું હોય તેવી ઘટના બની જાય છે. ગુજરાતીમાં કહેવત છે કે, કાગનું બેસવું અને ડાળનું ભાગવું! ખરેખર હાલમાં જે ઘટના ઘટી છે, તે આ સેલિબ્રિટી માટે લાગુ પડે છે.

હાલમાં સોશિયલ મીડીયામાં ભારતીય ક્રિકેટરની ખૂબ જ ચર્ચા થઈ રહી છે, કારણ કે તેના પર એક એવો આરોપ લાગ્યો કે તેઓ માત્ર પુણ્યનું કામ કરતો હતો પરંતુ સંજોગ જ એવા સર્જાયા કે હવે તેને જેલ પણ જવું પડે તેમ છે. વાત જાણે એમ છે કે, ક્રિકેટર શિખર ધવન હાલ પરવારાણસી ફરવા ગયેલ છે, જ્યાં તે આંનદ માણી રહ્યો છે. તેણે ત્યાંના મંદિરોમાં દર્શન કરવા ઉપરાંત ગંગા નદીમાં નૌકાવિહાર પણ કર્યું હતું

હવે આપણે સૌ કોઈ જાણીએ છે કે, નનૌકા વિહાર દરમિયાન અનેક પક્ષીઓને આપણે ખાવાનું આપતા હોય છે તો તેવી જ રીતે ધવન પણ પોતાના હાથે દાણા ખવડાવ્યા હતા જેની  એની તસવીરો એણે બે દિવસ પોસ્ટ કરી.

હવે વાત ત્યાં બની છે કે, વારાણસી જિલ્લા વહીવટીતંત્રે આ તસ્વીર પર વાંધો ઉઠાવ્યો છે કારણ કે. હાલ બર્ડ લૂ રોગચાળો ફેલાયો હોવાથી પક્ષીઓ સાથે કોઈ પણ પ્રકારે સંપર્ક કરવા પર મનાઈ છે અને ધવને બોટમાં સહેલગાહ કરતી વખતે માઈગ્રેટરી પક્ષીઓને દાણા ખવડાવ્યા એને કારણે નૌકાચાલક પણ ફસાઈ શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું છે કે તપાસ કરાયા બાદ ધવન અને નાવિક સામે પગલું ભરવામાં આવશે. આ એવી જ ઘટના કહેવાય કે કાગનું બેસવું અને ડાળનું ભાગવું આમ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી વખતે વિચારવું જોઈએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *