વાયરલ વિડીઓ

હ્દય દ્રવી ઉઠશે જ્યારે 2001માં કચ્છમાં આવેલ ભુકંપનું દ્ર્શ્ય જોશો…

આપ શેર કરી શકો છો

જ્યારે જ્યારે 26 જાન્યુઆરીનો દિવસ આવે છે, ત્યારે ગુજરાતમાં સર્જાયેલ એકાળો દિવસ પણ નજરની સામે આવે છે, ચાલો ત્યારે 20 વર્ષ વીતી ગયેલી એ ઘટનાને ફરીથી યાદ કરીને એ ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને દીલથી શ્રદ્ધાજંલી અપર્ણ કરીએ.

આજની તસવીરો જોઇએ અને એ દરમિયાનનાં દ્રશ્યો જોઈએ ત્યારે સમજાશે કે ગુજરાતનું કચ્છ સર્જાયેલ વિનાશમાંથી કઇ રીતે બેઠું થયું. આ વાત 2001માં આવેલ ભૂકંપની જેણે માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર ભારતને હચમચાવી દીધું હતું.

૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ભારતના ૫૨માં પ્રજાસત્તાક દિવસે સવારે ૮.૪૬ એ આવ્યો હતો અને ૨ મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમેઆ ધરતીકંપ ૭.૭ માપનો હતો. ધરતીકંપને કારણે આશરે ૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા ૧,૬૭,૦૦૦ લોકો ઇજા પામ્યા હતા અને આશરે ૪,૦૦,૦૦૦ ઘરો વિનાશ પામ્યા હતા.

ભુજ ધરતીકંપના કેન્દ્રથી માત્ર ૨૦ કિમી દૂર હતું, તે મોટાભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો અને અંજાર, ભૂજ અને ભચાઉ તાલુકાના હજારો ગામોમાં તારાજી સર્જાઇ હતી. આ ગામોમાં લાખો ઘરો જેમાં ઐતહાસિક ઇમારતો અને પર્યટક સ્થળોનો સમાવેશ થતો હતો – પણ નાશ પામ્યા હતા તેમજ આશરે કુલ ૫.૫ બિલિયન ડોલરની સંપતિનું નુકશાન થયું હતું. 

આજ ભૂકંપ દરમિયાન આજના વર્તમામ સમયના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીને મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું અને તેમણે ગુજરાતને ફરી બેઠું કરી બતાવ્યું. આજનાં સમયમાં ભુજિયા ડુંગર ઉપર ધરતીકંપમાં મૃત્યુ પામેલા લોકો માટે સ્મૃતિવન યાદગીરી રૂપે બનાવવામાં આવ્યું છે. તેમાં દરેક વ્યક્તિને સમર્પિત એવા ૧૩,૮૨૩ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આ બાગમાં ૧૦૮ નાના તળાવો બનાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *