ગુજરાત

ગુજરાતનું સૌથી કિંમતી વૃક્ષ ! 950 વર્ષ થી અડીખમ આ વૃક્ષ 10 કરોડની કિમતનું છે.

આપ શેર કરી શકો છો

કહેવાય છે ને કે, કોઈપણ જૂની વસ્તુઓ કીમતી હોય છે! આજે આપણે એક એવાં વૃક્ષની વાત કરવાની છે કે, જેની કિમત લાખોમાં નહીં પરંતુ કરોડો રૂપિયામાં છે. ભગવાને આપણને પ્રકુતિની ભેટ આપી છે, ત્યારે તેમનું રક્ષણ કરવું આપણી ફરજમાં આવે છે. આ વૃક્ષ આપણને ઓકસજીનપૂર્ણ પાડે છે, ત્યારે આજે આપણે વડોદરાનાં એ વૃક્ષ વીશે વાત કરીશું જે 950 વર્ષ નું છે. હાલમાં આ વૃક્ષની જ્યાં જુઓ ત્યાં ચર્ચા થઈ રહી છે.

હાલમાં જ સુપ્રીમે નક્કી કર્યું કે એક વૃક્ષની 1 વર્ષની કિંમત રૂ. 74 હજાર 500 થાય. દેશમાં પહેલીવાર વૃક્ષોનું આર્થિક મૂલ્યાંકન કરાયું છે. વડોદરા પાસે ભાયલી અને પાદરાથી 6 કિમીના અંતરે આવેલા ગણપતપુરા ગામે ગુજરાતનું સંભવત: સૌથી મોટું આફ્રિકન બાબાબનું 950 વર્ષ જૂનું વૃક્ષ છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એન્ડેસોનિયા ડીજીટાટા છે. આ વૃક્ષની કિંમત આશરે 10 કરોડથી વધારે છે.

આ સમિતિના અહેવાલમાં કહેવાયું છે કે 100 વર્ષ જૂના એક હેરિટેજ વૃક્ષની કિંમત રૂ. એક કરોડથી વધુ હોઈ શકે છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે જાન્યુઆરી 2020માં આ સમિતિના સભ્યોને વૃક્ષોનું આર્થિક મૂલ્ય નક્કી કરવાનું કહ્યું હતું. આ કિંમત વૃક્ષો દ્વારા અપાતા ઓક્સિજનની કિંમત અને અન્ય લાભ પર આધારિત હોઈ શકે આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ સાથે જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી. રામસુબ્રહ્મણ્યમ પણ સામેલ હતા. તેમણે ફક્ત વૃક્ષોનાં લાકડાંના આધારે જ નહીં, પરંતુ પર્યાવરણમાં વૃક્ષોના સકારાત્મક પ્રભાવને ધ્યાનમાં રાખીને એનું મૂલ્યાંકન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *