ગુજરાત

અચાનક જ મોરારી બાપુ ગરીબ પરિવારના આંગણે પધાર્યાઃ ધન ઘડી ધન ભાગ્ય એ શ્રીરામ ભક્તના…

આપ શેર કરી શકો છો

એક વર્ષ પહેલાની આ વાત છે. વર્ષ 2019 માં ઉત્તર પ્રદેશમાં મોરારી બાપુની કથા ચાલી રહી હતી. સતત શ્રીરામ સાથે રહેતા મોરારી બાપુને અચાનક જ રાઘવેન્દ્ર સરકારે કંઈક વિચાર આપ્યો અને તેઓ તિકોનિયા નામના ગામમાં મનોજ નિષાદના ઘરે ગયા હતા. બાપુને પોતાના આંગણે જોઈને પરિવાર અચંબિત બની ગયો હતો.

પણ સંત હોયને તેને ક્યારેય મોટપના અભરખા નથી હતી. તે ઈશ્વર સાથે કનેક્ટેડ હોય છે અને એટલે જ હંમેશા Down To Earth રહેતા હોય છે. અને એવા જ સરળ અને પ્રેમાળ સ્વભાવના મોરારી બાપુએ તે ઘરની દિકરીને પૂછ્યું કે, આ ભિક્ષુકને ભોજનમાં કંઈ મળશે? પરિવાર બાપુની વાત ન સમજી શક્યો અને ફરીથી બાપુએ પૂછ્યું કે, આ ભીખારીને બેસવા માટે જગ્યા મળશે?

સંતોનો સ્વભાવ છે કેવો, જનેતાની ગોદના જેવો રે… એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત માં સુવાડે અને સંત જગાડે અને ભેળવી દે ભગવંત…

બાપુની વાત સાંભળતા જ ઘરના લોકો બધુ સરખુ કરવા લાગ્યા. બાપુ ઘરમાં બેઠા અને ત્યાં ઘરના તમામ લોકોને આશિર્વાદ આપ્યા. બાપુ, આ ઘરે પહોંચ્યા ત્યાં તો પરિવારની લક્ષ્મીએ ફટાફટ ભોજન બનાવી દિધું. અને બાપુને પરોઠા-શાક જમાડ્યા હતા.

આ સિવાય બાપુએ દિકરીઓને કપડા તેમજ 100-100 રૂપિયા પણ આપ્યા. બાપુએ કહ્યું કે, હું જ્યાં પણ જાઉં ત્યારે અચાનક જ કોઈના ઘરે ભોજન કરવાથી દિવ્ય સુખની અનુભૂતિ થાય છે.

અચાનક આમ વિશ્વ પ્રસિદ્ધ સંત પૂજ્ય મોરારી બાપુ પોતાના ઘરે પધાર્યા અને જે આનંદ એક સામાન્ય પરિવારને થયો છે. આ પ્રકારની દિવ્ય અને મનોહર ક્ષણો કેટલાક નસીબવાળા વ્યક્તિઓને જ પ્રાપ્ત થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *