ગુજરાત

આ ધંધો કરવામા માટે સરકાર આપશે 25000 રુપિયા જાણો યોજના ની સંપુણ વિગત

આપ શેર કરી શકો છો

માનવ ગરીમા યોજના માટે નું ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે. ફોર્મ ભરવા માટે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર લોગ ઈન કરવાનું રહેશે. પાત્રતાના માપદંડ : હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

સહાયનું ધોરણ :-સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેનું જીવન ગરિમા પૂર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરિમા યોજના અમલમાં આવેલ છે.

• માનવ ગરિમા યોજનામાં દરજીકામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્ય સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે

રજુ કરવાના ડોક્યુમેન્ટ
• આધાર કાર્ડ
• રેશનકાર્ડ
• અરજદાર રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ રેશનકાર્ડ)
• અરજદારની જાતિ/ પેટા જાતિ નો દાખલો • તાલુકા વિકાસ અધિકારી/ .
મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો.
• અભ્યાસ નો પુરાવો
• વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
•બાંહેધરી પત્રક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *