રાષ્ટ્રીય

પાકિસ્તાન મા હિન્દુ દીકરી બની ડીએસપી, જોવો પરીવાર નો કેવો છે માહોલ

આપ શેર કરી શકો છો

પાડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારના સમાચારો અવાર નવાર આવતા રહે છે. પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ પણ પોતાને સુરક્ષિત નથી માનતા. આઝાદી સમયે પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી હતી તે ઘટી હવે ખૂબ જ ઓછી થઈ ગઈ છે. પાકિસ્તાનમાં હિન્દુઓ પર જુલમના સમાચારો સાંભળઈને દરેક ભારતીયોને દુ:ખ થાય છે. દરમિયાન પાકિસ્તાનમાં સુખદ અહેસાસ કરાવે તેવા સમાચાર આવ્યા છે.

સોશ્યલ મીડિયા પર કપિલ દેવ નામના એક વ્યક્તિએ એવા સમાચાર આપ્યા છે જેને સાંભળીને ન ફક્ત પાકિસ્તાન પરંતુ ભારતના હિન્દુ સમાજમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે. હિન્દુ સમુદાયની યુવતીએ પાકિસ્તાનની પહેલી મહિલા ડીએસપી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પોતાના પરિવાર સાથે રહેતી મનિષા રોપેટાએ ડીએસપીની પરીક્ષા પાસ કરીને ડંકો વગાડ્યો છે. મનિષાએ સિંધ પ્રાતની લોક સેવા આયોગની પરીક્ષામાં 16મું સ્થાન મેળવી પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં ડીએસપી બનનાર મનિષા રોપેટા ત્યાંની પહેલી હિન્દુ યુવતી છે. મનિષાના ડીએસપી બન્યા બાદ તેની સિદ્ધિને લઈને સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.

રિપોર્ટ મુજબ મનિષાનો પરિવાર ઘણા વર્ષોથી કરાંચીમાં રહેતો આવ્યો છે. ડીએસપી બન્યા પહેલાં મનિષા ફિઝિયોથેરેપીમાં ડૉક્ટર હતી. સિંધ પ્રાંતમાં કુલ 152 લોકોએ પરીક્ષા પાસ કરી હતી. જેમાં મિનિષાએ 16મું સ્થાને મેળવ્યું હતું.

આ સિદ્ધિ મેળવ્યા બાદ મનષિા રોપેટાના સોશ્યિલ મીડિયા પર લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે તેમજ તેને અભિનંદન પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *