વાયરલ વિડીઓ

અડધી રાતે ખુલી પત્ની ની આંખ અને સામે જોયુ તો ફેણ ચઢાવીને બેઠો હતો સાપ, પછી…

આપ શેર કરી શકો છો

અડધી રાત્રે ઘરમા ઘુસી એક સાપે સંપૂર્ણ પરિવાર ને ડંખ મારી મૃત્યુ આપ્યું હતુ. આ ઘટના ગત શનિવાર ના રોજ રાતના ૧૨ વાગ્યા ની છે. એક દંપતી પોતાના દસ વર્ષ ના દીકરા સાથે જમીન પર જ ઊંઘતું હતુ. આ સમયે એક સાપે ત્રણેય ને ડંખ માર્યો, જે બાદ સ્ત્રી ની ઊંઘ ખુલી અને તેણે સાપ ને ત્યાં થી જતા જોયો.

તેણે પોતાના પતિ ને ઉઠાડયો અને તેનો દીકરો બેભાન હતો. તેમની બુમો સાંભળીને પાડોશીઓ ત્રણેય ને દવાખાને લઈ ગયા હતા, પરંતુ એક પછી એક ત્રણેયે દમ તોડ્યો હતો. આ ઘટના કવર્ધા જિલ્લા ના કુકદૂર ના મુનમુના ગામ ની છે.

જાણવા મળતા એહવાલ પ્રમાણે મુનમુના ગામના વતની સમયલાલ ઉંમર વર્ષ ૪૦, તેની પત્ની ગંગાબાઈ ઉંમર વર્ષ ૩૫ અને તેમનો દીકરો ઉંમર વર્ષ ૧૦ ને ગત શનિવારે રાત ના આશરે ૧૨ વાગ્યે સાપે ડંખ માર્યો હતો. આ ત્રણેય જણા જમીન પર સુતા હતા. સાપે ડંખ મારતા ગંગાબાઈ ની ઊંઘ ખુલી. તેણે સાપ ને ઘરમા થી જતો જોયો અને તે ડરી ગઈ. આ બાદ તેણે પોતાના પતિને જગાડ્યો અને સમયલાલ ને સાપે ડંખ માર્યો હોવાની માહિતી મળી તો તે પણ ડરી ગયો. આ બન્ને દંપતીએ જોયુ કે તેમનો દીકરો બેભાન હતો.

ત્યારબાદ સવાર ના ૦૭:૦૮ કલાકે સમયલાલે પોતાનો જીવ ગુમાવ્યો અને તેના એકાદ મિનિટ બાદ ગંગાબાઈ ને પણ પોતાનો દેહ ત્યાગ કર્યો. સંદીપ આ દંપતી નો સૌથી નાનો દીકરો હતો. તે પાંચમા ધોરણ મા અભ્યાસ કરતો હતો. કુકદૂર ના એસ.આઈ સુમિત નેતામે જણાવ્યું કે, આ દંપતી નો એક બીજો દીકરો અને એક વર્ષ ની દીકરી પણ છે અને આ ઘટના ની રાતે જ તેઓ બીજા રૂમ મા સુતા હતા અને આ લીધે જ આ બન્ને બાળકો ને કઈ પણ થયું નથી અને તેમનો જીવ બચી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *